• રાણી એલિઝાબેથનુ નિધન:સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં 96 વર્ષનાં ક્વીને અંતિમ શ્વાસ લીધા
    આંતરરાષ્ટ્રીય 8-9-2022 08:26 PM
    લંડન 

    બ્રિટનના મહારાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડ ખાતે આજે નિધન થયું હતું. રાણીના નિધન અંગેની સતાવાર જાહેરાત રોયલ ફેમિલીએ એક નિવેદનમાં કરી હતી. ઉનાળુ વેકેશનમાં સ્કોટલેન્ડ ગયેલા રાણી ઉંમરના કારણે બહુ હરી ફરી નહિ શકતા તેમણે ત્યાં રહેવાનું જ પસંદ કર્યું હતું. રાણીના નિધનના કારણે હવે પ્રિન્સ ચાર્લ્સ  નવા રાજા બનશે.

    મહારાણી એલિઝાબેથ દ્વિતીય છેલ્લા ૭૦ વર્ષથી આ પદ ઉપર હતા.તા.૫ સપ્ટેમ્બરના રોજ નવા વડાપ્રધાન તરીકે ચુંટાયેલા લીઝ ટ્રુઝને પદભાર સાંભળવા માટે આમંત્રણ આપવા તેઓ છેલ્લે જાહેરમાં દેખાયા હતા. તેમના કાર્યકાળમાં તેમણે બ્રિટનના ૧૫ વડાપ્રધાનને સત્તા સોંપી હતી.

    PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- મારી સંવેદનાઓ બ્રિટનના લોકોની સાથે
    PM મોદીએ એલિઝાબેથ IIના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે તેમના નિધનથી ઘણો જ આઘાત લાગ્યો છે. એલિઝાબેથ IIને આપણાં સમયનાં એક દિગ્ગજ શાસક તરીકે યાદ કરવામાં આવશે. તેમને પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ આપ્યું. સાથે જ સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાથી લોકોએ શીખવું જોઈએ. આ દુઃખના સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે.

    PM મોદીએ જણાવ્યું, "હું 2015 અને 2018માં UKની યાત્રા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યો હતો. હું તેમના ઉમળકા અને દયાળુ સ્વભાવને ક્યારેય નહીં ભૂલું. એક બેઠક દરમિયાન તેમને મને એક રૂમાલ દેખાડ્યો હતો, જે મહાત્મા ગાંધીએ તેમને લગ્નમાં ક્વીનને ભેટ કર્યો હતો."
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!