• નલિયામાં દાયકાનો રેકોર્ડ તૂટયો, લોકો ઠંડીને કારણે ભારે પરેશાન
    ગુજરાત 16-1-2023 12:40 PM
    • કચ્છમાં પણ આગામી બેદિવસ કોલ્ડવેવની આગાહીઃ ઠંડી વધશે
    કચ્છ

    સમગ્ર રાજયની સાથોસાથ કચ્છમાં પણ ઠંડીનો નવો રાઉન્ડ શરૃ થયો છે. છેલ્લા ત્રણ દિવસાથી કચ્છવાસીઓ ઠંડીમાં ઠંુઠવાઈ રહયા છે. મકરસંક્રાંતિના કાતીલ ઠંડીથી જનજીવનને અસર પહોંચી હતી. રહી રહીને શિયાળાનો માહોલ બરાબરનો જામ્યો હોય તેમ નલિયામાં ભુક્કા બોલાવતી ૧.૪ ડિગ્રી ઠંડી નોંધાતા રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભુજમાં ૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. ઉત્તરાયણની રાત્રિએ ૯ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. નલિયામાં ૧.૪ ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ આગામી બે દિવસ ઠંડીનું પ્રભુત્વ રહેશે. પરંતુ ત્યારબાદના ૩ દિવસમાં લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વાધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.  મકરસંક્રાતિના પર્વે કચ્છમાં સર્વત્ર કાતિલ ઠંડી જામી હોય તેમ નલિયામાં તો લઘુતમ તાપમાનનો પારો ૨૪ કલાકમાં વધુ ત્રણ ડિગ્રી ગગડીને ૧.૪ ડિગ્રી સે. પર ઉતર્યો છે. ૧.૪ ડિગ્રી સાથે છેલ્લા એક દાયકામાં જાન્યુઆરીમાં આજનો દિવસ સૌથી ઠંડો રહ્યાનો વિક્રમ સર્જાયો હતો. છેલ્લે ૧૬/૧/૨૦૧૧ના નલિયામાં પારો ૨ ડિગ્રી સેલ્સિયસ પર ઉતર્યો હતો. ભુજમાં પણ પારો દોઢ ડિગ્રી સેલ્સિયસ ગગડીને ૭.૬ ડિગ્રી પર અટકયો હતો. કંડલા પોર્ટમાં લઘુતમ તાપમાન ૧૨.૧ ડિગ્રી નોંધાયું છે.

    બીજીતરફ રાજયના મોટા શહેરોમાં પણ પારો ગગડી જશે. તાપમાન નીચું જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાન નીચે જતા જ કચ્છમાં પણ ઠંડીનું જોર વાધી જશે. આમ, ગુજરાતમાંં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે. ગુજરાતમાં ઠંડી વાધતા તેની જનજીવન પર અસર પડશે. કચ્છમાં આગામી બેદિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!