• વડોદરામાં રૂ. 150 કરોડના ખર્ચે દાયકાઓ જૂની ગેસની પાઈપલાઈન બદલવામાં આવશે
    મુખ્ય શહેર 25-1-2023 09:47 AM
    વડોદરા 

    વડોદરા શહેરમાં વડોદરા ગેસ લિ. કંપની દ્વારા અનેક વિસ્તારોમાં પાઇપ લાઈન મારફતે પૂરો પાડવામાં આવતા ઘરગથ્થું ગેસના પુરવઠાને સપ્લાઈ કરવા માટેની અંડરગ્રાઉન્ડ ગેસ લાઈન પાઇપોની લાઈનો 50થી 60 વર્ષ જૂની થઇ ગઈ હોવાથી અસંખ્ય લીકેજ સર્જાય છે. જેના કારણે કંપનીને દર મહિને રૂ. 3 કરોડની આસપાસ નુકસાન વેઠવું પડી રહ્યું છે ત્યારે વી.જી.એલ. દ્વારા અંદાજીત રૂ. 150 કરોડના ખર્ચે જૂની ગેસ લાઈનનું નેટવર્ક બદલવાનું નક્કી કરવાં આવ્યું છે. હાલ વડોદરા ગેસ લિ. કંપની 2.18 લાખ ગ્રાહકોને પાઇપ લાઈન મારફતે ઘરગથ્થું ગેસનો પુરવઠો પૂરો પાડે છે. હાલ વી.જી.એલ. દ્વારા નવા કનેક્શનો આપવા ગેસ લાઈનનું નવુ નેટવર્ક પણ ઉભુ કરવામાં આવી રહ્યું છે પરંતુ આજે પણ 60 હજાર કનેક્શનો 40 થી 50 વર્ષ જૂની લાઈનના હોવાથી વર્ષો જૂની આ લાઈનો કટાઈ ગઈ હોવાથી તેમાં અનેક લીકેજ છે. જેથી લાઈનોમાંથી ગેસ લીક થતા ગ્રાહકોને પુરતા પ્રેશરથી ગેસ મળતો ન હોવાથી અનેક વાર બૂમો ઉઠતી હતી. આજે પણ ઘરગથ્થુ ગેસમાં 16,500 મીટરની લાઈનો 30 થી 40 વર્ષ જૂની છે. તો કેટલાક કનેક્શન સીધા બાયપાસ જ ચાલે છે. જેથી વી.જી.એલ. દ્વારા તેમને ઘરના સભ્યોને ગણી ગેસ બીલ આપવામાં આવે છે. વી.જી.એલ. દ્વારા વર્ષો જૂના મીટરો બદલવાનું કાર્ય શરૂ પણ કર્યું છે અત્યાર સુધીમાં 1200 જેટલા જુના મીટરો બદલી નવા મીટર નાખવામાં આવ્યા છે. જયારે જર્જરિત થઈ ગયેલી જૂની ગેસ લાઈન અલકાપુરી નંદનવનથી બદલવામાં આવશે જેનો ખર્ચ રૂ. 150 કરોડની આસપાસ થવાનો અંદાજ છે. આ નવા નેટવર્કની કામગીરી પૂર્ણ થતાં લગભગ 3 વર્ષ જેટલો સમય લાગશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!