• લંડનમાં વિરોધ પ્રદર્શન કરનારા ખાલિસ્તાનીઓ સામે દિલ્હી પોલીસની કાર્યવાહી

    આંતરરાષ્ટ્રીય 24-3-2023 12:29 PM
    •  દિલ્હી પોલીસે આ મામલે UAPA સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધી

    લંડનમાં 19 માર્ચના રોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય હાઈ કમિશનની સામે કરવામાં આવેલ હંગામા અને વિરોધ પ્રદર્શનની તપાસ હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવશે. દિલ્હી પોલીસે આ મામલે UAPA સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધી છે. આ ઘટના વિશે વિદેશ મંત્રાલયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપ્યો હતો. 

    દિલ્હી પોલીસ દ્વારા શુક્રવારના રોજ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 19 માર્ચ 2023ના રોજ લંડનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન અને તોડફોડના સંદર્ભમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે IPC, UAPA અને PDPP એક્ટની યોગ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

    દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ ઘટના અંગે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે કહ્યું ત્યારબાદ આ FIR નોંધવામાં આવી છે. સ્પેશિયલ સેલે આ ઘટનાની તપાસ હાથ ધરી છે કારણ કે તેમાં વિદેશમાં ભારતીય નાગરિકતા ધરાવતા કેટલાક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેલ છે.

    વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય નાગરિકો વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને FIR નોંધવાની સૂચના આપી હતી.  સ્પેશિયલ સેલે ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ, જાહેર સંપત્તિને નુકસાન અધિનિયમ અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધી હોવાનું કહેવાય છે. આ પ્રદર્શન સામે દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા.
    પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાલિસ્તાન સમર્થકો દિલ્હી અને તેની આસપાસ છુપાયેલા હોવાના સંકેતો પણ મળ્યા છે. સ્પેશિયલ સેલે અગાઉ પશ્ચિમ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં દિવાલો પર ખાલિસ્તાન સમર્થક અને રાષ્ટ્ર વિરોધી સૂત્રો લખવા બદલ બે યુવાનોની ધરપકડ કરી હતી. તેના તાર પણ લંડન સાથે જોડાયેલા હતા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!