• અમેરિકી સ્ટોક માર્કેટ ડાઉ જોન્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝની બાદબાકી
    આંતરરાષ્ટ્રીય 3-2-2023 08:22 AM
    • ગૌતમ અદાણીન પડ્યાં પર પાટું જેવી સ્થિતિ
    વોશિગ્ટન

    ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટો ફટકો પડ્યો છે. કારણ કે અમેરિકાનાં સ્ટોક માર્કેટ ડાઉ જોન્સમાંથી અદાણી એન્ટરપ્રાઇઝને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ નિર્ણય બાદ અદાણીને લઇને કોર્પોરેટ જગતમાં જોરદાર ચર્ચા છેડાઇ ગઇ છે.

     હિંડનબર્ગના અહેવાલ બાદ છેલ્લા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો પરંતુ શેરબજારમાં કંપનીઓના શેરમાં સતત ઘટાડાને જોતા રૂ. 20,000 કરોડનો એફપીઓ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ગૌતમ અદાણીએ તે સમયે કહ્યું હતું કે શેરના ભાવમાં ઘટાડા પછી આ ઈશ્યુને આગળ વધારવું "નૈતિક રીતે યોગ્ય" નથી

    અમેરિકી શેરબજારે ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપનીને ઝટકો આપ્યો છે. S&P S&P Dow Jones Indicesની નોંધ અનુસાર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝને 7 ફેબ્રુઆરી 2023ના રોજથી બજારમાંથી દૂર કરવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે અદાણી એન્ટરપ્રાઈઝને સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોનું વિશ્લેષણ કર્યા બાદ ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદથી અદાણી એન્ટરપ્રાઈઝ ચર્ચામાં છે જ્યારે ટેક્સ હેવનના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો અને સાત લિસ્ટેડ કંપનીઓના દેવું અને વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.હિંડનબર્ગના અહેવાલ બાદ છેલ્લા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો પરંતુ શેરબજારમાં કંપનીઓના શેરમાં સતત ઘટાડાને જોતા રૂ. 20,000 કરોડનો એફપીઓ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ગૌતમ અદાણીએ તે સમયે કહ્યું હતું કે શેરના ભાવમાં ઘટાડા પછી આ ઈશ્યુને આગળ વધારવું “નૈતિક રીતે યોગ્ય” નથી પરંતુ મજબૂત રોકડ પ્રવાહ અને સુરક્ષિત સંપત્તિ સાથે બેલેન્સ શીટ ખૂબ જ સારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફપીઓ રદ થવાથી વર્તમાન અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર થશે નહીં.

    અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં સતત બે દિવસમાં લગભગ 47 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સ્ટોક 21 ડિસેમ્બરના રોજ 4,190 રૂપિયાના જીવનકાળના ઉચ્ચ સ્તરેથી લગભગ 60 ટકા ઘટ્યો છે. વાસ્તવમાં સ્ટોક હવે બંધ થયેલા રૂ. 3,112 – રૂ. 3,276ના FPO પ્રાઇસથી પણ અડધો થઈ ગયો છે.

    અહેવાલ છે કે 24 ડિસેમ્બરથી અદાણી ગ્રુપની 7 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ $100 બિલિયનનો ઘટાડો થયો છે, જે ગ્રુપ માટે મોટો ફટકો છે. તે જ સમયે, અમેરિકન બેંકો ક્રેડિટ સુઈસ અને પછી સિટી બેંકે અદાણી કંપનીઓના બોન્ડ સામે લોન આપવાનો ઇનકાર કર્યો છે. જેનો અર્થ એ થયો કે વૈશ્વિક સ્તરે અદાણી ગ્રૂપની વિશ્વસનીયતામાં પણ ઘણો ઘટાડો થયો છે. જો દેશની વાત કરીએ તો આરબીઆઈએ દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું છે તેનો જવાબ પણ માંગ્યો છે. જેના પર SBIએ 21 હજાર કરોડ રૂપિયાના રોકાણની માહિતી આપી છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!