• કોંગ્રેસ દ્વારા અદાણી મામલે LIC અને SBIની ઓફિસો સામે દેખાવો, સંસદ ઠપ
    રાષ્ટ્રીય 6-2-2023 12:28 PM
    નવી દિલ્હી

    ભારતનાં ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણી દ્વારા શેરના ભાવમાં કૃત્રિમ તેજી કરાયા ઉપરાંત હિસાબી ગોટાળા સહીતના અનેકવિધ સ્ફોટક આક્ષેપો બાદ છેલ્લા 10 દિવસથી અંબાણીની સંપતીમાં પ્રચંડ ધોવાણ થઈ જ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષો મેદાને આવ્યા છે.કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં એલઆઈસી તથા સ્ટેટ બેંકની ઓફીસો પાસે ધરણા સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. પાટનગર દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોંગ્રેસનાં સેંકડો કાર્યકરો ઉમટી પડયા હતા અને ધરણા-દેખાવો યોજયા હતા. સંયુકત સંસદીય સમિતિ મારફત તપાસ યોજવાની પણ માંગ કરી હતી. દરમ્યાન દિલ્હીમાં જંતર-મંતર ખાતે ધરણા દરમ્યાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.અદાણીની તકલીફો હળવી થવાનુ નામ લેતી નથી. હવે રાજકીય રીતે પણ ભીંસ વધતી રહેવાનુ માનવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!