• રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું શાસન છતાં કોંગ્રેસનો 149નો રેકોર્ડ અકબંધ

    ગુજરાત વિધાનસભા 2022 6-12-2022 12:15 PM
    • બન્ને તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ભાજપને 135 બેઠકો મળવાના અણસાર
    અમદાવાદ

    મોટાભાગના એક્ઝિટ પોલના કેટલાક પરીણામોમાં 130 આસપાસ ભાજપની સીટોનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોઈક જ પોલમાં 150 આસપાસમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનો રેકોર્ડ છેલ્લા 27 વર્ષથી ભાજપ તોડી શકી નથી. જો કેટલાક પોલના પરિણામો સાચા નીકળે તો ભાજપ કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો જૂનો રેકોર્ડ તોડી શકે છે પરંતુ તેવા સંકેતો ઓછો દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપ તેનો જ 2002નો રેકોર્ડ તોડી શકે તેમ જોવા મળી રહ્યું છે. 

    ગુજરાતની તમામ 182  વિધાનસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમામની નજર ગુજરાતના પરિણામો પર ટકેલી છે. વિવિધ મીડિયા સંસ્થાઓએ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા છે. જો કે 8મી ડિસેમ્બરે ચૂંટણી પંચ અંતિમ પરિણામ જાહેર કરશે. ત્યારે જ વધુ ચિત્ર સ્પષ્ટ થશે. 

    વિવિધ મીડિયા સંસ્થાઓના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપની સત્તા પુનઃસ્થાપિત થઈ શકે છે અને એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો મળી શકે તેવો અંદાજ માંડવો ખૂબ મૂશ્કેલ છે. આનો અર્થ એ થશે કે ભાજપ તેના તમામ જૂના રેકોર્ડ તોડી શકી છે પરંતુ માધવસિંહના સમયનો રેકોર્ડ તોડવો મૂશ્કેલ છે.

    ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, તેનો જૂનો રેકોર્ડ તોડતા, ભાજપ રાજ્યમાં ઓછામાં ઓછી 131 અને વધુમાં વધુ 151 બેઠકો જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 16 અને વધુમાં વધુ 30 બેઠકો જીતી શકે છે. પરંતુ જોવાનું એ છે કે, વર્ષો પહેલા મોટી બહુમતીથી જીતતી કોંગ્રેસ 27 વર્ષથી સતત બેકફૂટ પર આવી રહી છે. 

    કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ  
    1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 149 બેઠકો જીતી હતી. જો આ વખતે ભાજપને રાજ્યમાં 150 બેઠકો મળે છે, તો તે તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે જ પરંતુ કોંગ્રેસનો રેકોર્ડ પણ તોડી નાખશે. વિવિધ સંસ્થાઓના એક્ઝિટ પોલ મુજબ જો ભાજપને 150 બેઠકો મળે છે તો આ પાર્ટીના નામે સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ નોંધાશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!