• ચીનની ધમકી છતાં સેશેલ્સમાં ઉતર્યું ભારતીય નૌકાદળનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ
    આંતરરાષ્ટ્રીય 27-9-2022 06:21 AM
    •  એરક્રાફ્ટ P8I વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે
    દિલ્હી

    ચીનની ધમકીઓ વચ્ચે પણ ભારતીય નૌકાદળનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ P8I સુરક્ષિત રીતે સેશેલ્સ પહોંચ્યું છે. આ વિમાન સેશેલ્સ સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી બાદ પહોંચ્યું છે. આ એરક્રાફ્ટ સેશેલ્સના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવામાં મદદરૂપ બનશે. ભારત અને સેશેલ્સ વચ્ચેના સંરક્ષણ સંબંધ ખૂબ જૂના છે. જેના કારણે સેશેલ્સને વિના કોઈ ખચકાટ ચીની આક્રમકતાની સામે સુરક્ષા માટે ભારતે મદદ કરી છે. ભારત હિંદ મહાસાગરના દેશને ભારતીય સૈન્ય હાજરીને લઈને ચેતાવણી આપતું રહે છે.

    ભારતે સમયાંતરે સેશેલ્સને આર્થિક અને સૈન્ય મદદ પણ કરી છે. કોરોના સમયગાળા દરમિયાન, ભારતે હિંદ મહાસાગરના આ નાના ટાપુ દેશને કોવિડ રસીનો મોટો માલ ભેટ આપ્યો હતો. આ ઉપરાંત, ભારતે સેશેલ્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટની નવી ઇમારત, સેશેલ્સ કોસ્ટગાર્ડને ઝડપી પેટ્રોલિંગ બોટ, એક મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ અને 10 ઉચ્ચ પ્રભાવિત સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

    સેશેલ્સ હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ થે, આ વિસ્તારથી વૈશ્વિક સમુદ્રી વેપારનો ઘણો મોટો હિસ્સો પસાર થાય છે. આફ્રિકાની વચ્ચે હોવાના કારણે સેશેલ્સના પશ્ચિમની તરફે સમુદ્રી ડાકુઓનું જોખમ પણ વધારે છે. એવામાં સેશેલ્સને એક પ્રમુખ અડ્ડો બનાવીને અહીં મિલિટ્રી ઓપરેશનને પણ હાથ ધરવામાં આવી શકે છે. તેના સિવાય સેશેલ્સ ચીનનાં જીબુતિ મિલિટ્રી બેઝના માર્ગમાં સ્થિત છે. એવામાં જીબુતિથી પસાર થનારા ચીની યુદ્ધ જહાજો અને સબમરીન પર પણ અહીંતઈ નજર રાખી શકાય છે.

    યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) મુજબ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અથવા આર્થિક અનન્ય ક્ષેત્ર જમીની સીમાથી અલગ એક સમુદ્રી ક્ષેત્ર છે. આ વિસ્તારમાં વિશેષ કાયદો લાગુ થશે. આમાં, દરિયાકાંઠાના દેશને કાયદાનો અમલ કરવાનો અધિકાર મળશે. આ શ્રેણી સામાન્ય રીતે 3 થી 12 નોટિકલ માઈલથી 200 નોટિકલ માઈલ સુધી વિસ્તરે છે. એક નોટિકલ માઇલમાં 1.852 કિલોમીટર છે. આ કિસ્સામાં, 200 નોટિકલ માઇલ એટલે 370.4 કિલોમીટરનું અંતર. આ ક્ષેત્રમાં, સંબંધિત દેશને માછીમારી, તેલ-ગેસ નિષ્કર્ષણ અથવા અન્ય માધ્યમો દ્વારા આર્થિક ઉપયોગ કરવાનો અધિકાર હોય છે.

    હિંદ મહાસાગરમાં ચીની સબમરીનની હિલચાલ પર નજર રાખવા માટે ભારતે સબમરીન હન્ટર્સ P-8I એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ એરક્રાફ્ટ એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેર કરવામાં સક્ષમ છે. લાંબા અંતરની દરિયાઈ પેટ્રોલિંગને કારણે તે સમગ્ર હિંદ મહાસાગર પર ચાંપતી નજર રાખી શકે છે. P8i 1,200 નોટિકલ માઈલની ઓપરેટિંગ રેન્જ ધરાવે છે. આ વિમાનની મહત્તમ ઝડપ 907 કિલોમીટર પ્રતિ કલાક છે. રડારથી સજ્જ આ એરક્રાફ્ટ ગુપ્ત માહિતી અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવામાં સક્ષમ છે. તેમાં ખતરનાક હાર્પૂન બ્લોક-2 મિસાઈલ, MK-54 ઓછા વજનના વિનાશક છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!