• તુર્કી સહિત ચાર દેશોમાં વિનાશક ભૂંકપ હજારોનાં મોત
    આંતરરાષ્ટ્રીય 6-2-2023 09:15 AM
    • 7.8ની તીવ્રતાનાં ચારેબાજુ લાશોનાં ઢગલા, હજારો ઇમારતો ધરાશાયી
    • સીરિયા, લેબનોન, ઇઝરાયેલ સહિતનાં દેશોમાં આંચકા નોંધાયા
    અંકારા

    તુર્કી સહિત ચાર દેશોમાં વિનાશકારી ભૂકંપનાં કારણે હાહાકાર મચી ગયો છે.7.8ની તીવ્રતા સાથે આવેલા ભૂકંપના કારણે ચારેબાજુ લાશોનાં ઢગલા થઇ ગયા છે. વર્ષ 1939 બાદ સૌથી વિનાશક ભૂકંપ તુર્કીમાં આવ્યો છે.જેની અસર હેઠળ સીરિયા,લેબનોન, ઇઝરાયેલ,ઇરાક સહિતનાં દેશોમાં આંચકા નોંધાયા છે. તુર્કીમાં 600થી વધુ લોકોનાં મોત થયા છે.તુર્કીમાં ભૂકંપ એટલો ખતરનાક હતો કે તેની અસર અનેક દેશોમાં નોંધાઇ હતી. તુર્કીનાં પાટનગર અંકારામાં પણ આંચકાની સૌથી વધુ અસર થઇ છે. સિરિયા, તુર્કીમાં સેંકડો લોકોનાં મોત થયા છે.હજારો લોકો ઘાયલ થયા છે.

    તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન 175થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1000થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી છે. તેમજ 16 ઈમારતોને અતિ નુકસાન થયું છે. જોકે, આ આંકડો હજુ વધી શકે છે. સાનલીઉર્ફા મેયરે આ વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તુર્કી અને સીરિયામાં અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક જાનહાનિ થવાની આશંકા છે.તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. ઓછામાં ઓછી 150 ઇમારતો પણ ધરાશાયી થઇ છે. જાન-માલનું ભારે નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે 7 થી 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે. ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. જમીનની અંદર પાઈપો ફૂટી. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણી એજન્સીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની અંદર લોકો દટાયા હોવાની પણ આશંકા છે. આ સિવાય ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાયપ્રસ, લેબેનોન, ઈરાકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અગાઉ તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 આંકવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જે પ્રકારનો વીડિયો પોસ્ટ થઈ રહ્યો છે તે હેરાન કરનારા છે. લોકો અહીં અને ત્યાં દોડી રહ્યા છે. જમીન પર મોટી ઇમારતો દેખાય છે.તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સીરિયા, લેબનોન, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન અને સાયપ્રસ અને ઈરાક સુધી આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ 17.9 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ગાઝિયનટેપ શહેરની નજીક હતું.

    ભૂકંપ શા માટે થાય છે?
    વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.,
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!