• અંબાજીમાં માતાજીના જન્મોત્સવને લઇને શ્રદ્ધાળુઓ ઉત્સાહિત
    ગુજરાત 5-1-2023 09:02 AM
    • કોરોનાના બે વર્ષ બાદ મંદિરમાં જન્મોત્સવ માટેની તડામાર તૈયારીઓ પૂર્ણ
    • મહાશક્તિ  યજ્ઞનું આયોજન-અન્નકુટ ધરાવીને વિશેષ આરતી પણ કરાશે
    અંબાજી

    જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ રાહ જોઇ રહ્યા હતા તે ધાર્મિક સ્થળ અંબાજીમાં માતાજીનાં જન્મોત્સવને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આની તૈયારી કરી લેવાઇ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવા લાગી ગયા છે. આ પ્રસંગે મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથે સાથે અન્નકુટ ધરાવીને વિશેષ આરતી પણ કરવામાં આવશે. પોષી પૂનમે માતાજીના પ્રાગ્ટ્યોત્સવની ધૂમધામથી ઉજવમી થશે.

    પોષી પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવાતી હોવાથી માતાજીને શાકભાજીનો પણ અન્નકુટ ધરાવીને વિશેષ આરતી કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બરગઢથી અખંડ જ્યોત લાવીને અંબાજી મંદિરમાં પ્રગટાવવામાં આવેલી જ્યોત સાથે ભેળવી દેવામાં આવે છે.પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે 6 જાન્યુઆરીના રોજ પોષ સુદ પૂર્ણિમાએ મા અંબેનો જન્મોત્સવ ઉજવાશે. કોરોનાના બે વર્ષ બાદ મંદિરમાં જન્મોત્સવ માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પોષી પૂર્ણિમાના રોજ મંદિરમાં 32 ઉપરાંત ટેમ્બો સાથે વિશાળ શોભાયાત્રા નિકળશે. માતાજીની વિશેષ સવારી હાથી ઉપર કાઢવામાં આવે છે. જેને નગરજનો વધાવીને ભાવપૂર્ણ રીતે દર્શનનો લાભ લે છે. સાથે જ મંદિરમાં માતાજીના પ્રાગ્ટ્યોત્સવ અંતર્ગત શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહાશશકિત યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ જન્મોત્સવ માટે ધાર્મિકોત્સવ સેવા સમિતિ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઘણા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. સાથે જ દર્શનાર્થીઓના ધસારાને પહોંચી વળવા માટે પણ  વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. આ વર્ષે દર્શન માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે જોકે માસ્ક અને સેનિટાઇઝરના ઉપયોગ માટે પણ દર્શનાર્થીઓને સૂચન કરવામાં આવ્યા છે.

    શુક્રવારના મુખ્ય કાર્યક્રમ-
    • સવારે 7.30 વાગ્યે ગબ્બર પરથી અખંડ જ્યોત અંબાજી મંદિર લવાશે
    • 9 વાગ્યે શક્તિ દ્વાર પર થશે પૂજન અર્ચન અને મહાઆરતી
    • 11 વાગ્યે માં અંબાની શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળશે
    ગત વર્ષે સાદાઇથી ઉજવાયો હતો પ્રાગ્ટયોત્સવ
    ગત વર્ષે કોરોના મહામારીને પગલે  અંબાજી મંદિર બંધ હોવા છતાં અંબાજી મંદિર ચાચર ચોકમાંમહાશક્તિ યજ્ઞનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટરના યજમાન પદે હવનની તમામ ધાર્મિક ક્રિયાઓને પુજા-વિધી કરાઇ હતી. જોકે તે સમયે દર્શનાર્થીઓ વિના અંબાજી મંદિરનું પરિસર સૂમસામ જોવા મળ્યું હતું. પરંતુ આ વર્ષે ભાવિક ભક્તોનો ધસારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!