• અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
    ગુજરાત 13-2-2023 08:40 AM
    • 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે મહાઆરતી યોજાશે
    અંબાજી

    અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો જારી રહ્યો છે. સોમવારે બીજા દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. પ્રથમ દિવસે 54 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવ ચાલી રહ્યો છે અને વડીલો પરિવાર સાથે દર્શન કરી શકે માટે બસના ભાડામા 75 ટકા રાહત આપી છે.  પ્રથમ દિવસે અંબાજીમાં 54 હજાર લોકોએ દર્શન કર્યા હતા વિદ્યાર્થીઓને કોલેજ કે શાળામાં જવા મુશ્કેલી ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ હવે આવતીકાલે મંગળવારે 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગ્યે મહાઆરતી યોજાશે. 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા અખંડ ધૂન પુર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું સન્માન કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!