• સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર: જય સોમનાથના નાદથી મંદિર ગુજી ઉઠ્યુ
    ગુજરાત 18-2-2023 09:15 AM
    • મહાશિવરાત્રીના મહાપર્વને લઈને ભક્તોની ભીડ, અલૌકિક વાતાવરણ
    સોમનાથ

    મહાશિવરાત્રીને લઇને આજે શનિવારનાં દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ જામી હતી. વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરના સાનિધ્યમાં આજે અલૌકિક વાતાવરણ રહ્યું હતુ. આજે સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે. આ સાથે રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે. મહાશિવરાત્રીના પર્વને લઈ આજે જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ધ્વજારોહણ કરાયું હતુ. સવારથી પાર્થેશ્વર પૂજા,બિલ્વપૂજા સહિતની પૂજામાં લાખો ભાવિકો જોડાયા હતા.

    દેવોમાં મહાદેવ સૌથી વધારે ભોળા છે, એટલે જ મહાદેવના ભક્તો એમને ભોળાનાથ કહીને સંબોધે છે. ભગવાન શિવ શંકર તેમના ભક્તોની મનોકામના તરત જ પૂરી કરી આપે છે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે. શિવરાત્રિ પર કેદાર, શંખ, શશ, જ્યેષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને પંચ મહાયોગ બનાવે છે. છેલ્લા 700 વર્ષમાં આવો સંયોગ બન્યો નથી. આ દિવસે તેર અને ચૌદ બંને તિથિ છે. શાસ્ત્રોમાં આવા સંયોગને શિવ ઉપાસના માટે ખૂબ જ વિશેષ ગણાવવામાં આવ્યા છે. 

    શિવલિંગની ઉત્પત્તિ મહાશિવરાત્રી પર થઇ
    પૌરાણિક માન્યતાઓ અનુસાર શિવલિંગની ઉત્પત્તિ મહાશિવરાત્રી પર થઈ હતી અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માએ સૌપ્રથમ શિવલિંગની પૂજા કરી હતી. મહાશિવરાત્રી પર ભગવાન શિવની વિશેષ પૂજા, ઉપવાસ અને જલાભિષેક કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર દિવસભર પૂજા કરવાની સાથે રાત્રે ભો ભોલેભંડારીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!