• ધરખમ ખેલાડી એરોન ફિન્ચની નિવૃતિની જાહેરાત
    સ્પોર્ટ્સ 7-2-2023 07:34 AM
    • ફિન્ચે તેની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 વનડે અને 103 ટી-20 મેચ રમી 
    • દેશ માટે રમવું કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન 
    મેલબોર્ન

    ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી અને T20ના કેપ્ટને એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેની નિવૃતિની જાહેરાતથી ક્રિકેટ ચાહકોને ફટકો પડ્યો છે. આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. ગયા વર્ષ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા- ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમે તે પહેલા ફિન્ચની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા છે.

    ફિન્ચે તેની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 વનડે અને 103 ટી-20 મેચ રમી છે. તે એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. ફિન્ચે 76 T20માં ટીમની કેપ્ટનશીપ કરી છે. તેણે તેની 103 T20 મેચોમાં 34.28ની સરેરાશથી રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 142.5ની હતી. વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામે તેણે 76 બોલમાં 172 રન બનાવીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારત સાથેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.

    ફિન્ચે પોતાની નિવૃત્તિ અંગે એક નિવેદનમાં કહ્યું કે મને એવો અહેસાસ છે કે હું હવે 2024નો T20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે જેથી ટીમ તેની ભાવિ રણનીતિ પર કામ કરી શકે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો હતો. તે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર કે જેમણે સતત સમર્થન આપ્યું હતું. વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો તે મારી કારકિર્દીની સૌથી ખાસ યાદો બની રહેશે. અત્યાર સુધીમાં 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!