• દિલધડક રેસ્ક્યુઃ 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી દીકરીને બચાવાઈ
    ગુજરાત 29-7-2022 11:06 AM
    • સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગાજણવાવમાં ખુલ્લા બોરવેલમાં અકસ્માતે ફસાઈ ગયેલી દીકરીને આર્મીએ હેમખેમ બહાર કાઢી
    ધ્રાંગધ્રા

     સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ગાજણવાવમાં શુક્રવારે સવારે 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી 12 વર્ષની દીકરીને રેસ્ક્યુ કરીને આર્મીએ  હેમખેમ બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે. રમતા રમતા અચાનક બોરમાં ઉતરી ગયેલી દીકરી અંગે સ્થાનિક તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા આર્મીના જવાનો ઘટના સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી. ચાર કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ દીકરીને હેમખેમ બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડી હતી. દીકરીના માતાપિતા અને સ્થાનિકોએ આર્મી જવાનોનો આભાર માન્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક સવારના સમયે રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

    આ અંગે જાણ થતાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ધ્રાંગધ્રા આર્મી, પોલિસ અને આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે તાકીદે ગાજણવાવ ગામે દોડી જઇ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. 11.30 વાગ્યાના સુમારે આર્મિના જવાનોએ 12 વર્ષની બાળકી મનીષાને હેમખેમ બહાર કાઢી એના પરિવારજનોને સોંપાતા પરિવારજનો ખુશી સાથે ચોંધાર આંસુએ એને ગળે વળગીને રડી પડતા હાજર સૌ લોકોના આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. બાદમાં 12 વર્ષની બાળકીને બેભાન અવસ્થામાં તાકીદે સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાનમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!