• દિલ્હીમાં કોંગ્રેસ કમિટીની બેઠકમાં કર્ણાટકની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા
    રાષ્ટ્રીય 18-3-2023 01:08 PM
    દિલ્હીમાં ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની બેઠક શરૂ થઈ છે. બેઠકમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થવાની સંભાવના છે. પાર્ટી સૂત્રો મુજબ, પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. બેઠકમાં કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા છે. પાર્ટી સૂત્રો મુજબ, કોંગ્રેસ ઉમેદવારની યાદીમાં કર્ણાટક શિવકુમારના ભાઈ ડીકે સુરેશનું નામ પણ હોઈ શકે છે. ડીકે સુરેશ અત્યારે રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ છે. મીડિયા અહેવાલ મુજબ, માર્ચના અંતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. જાણકારી મુજબ, રાહુલ ગાંધી 20 માર્ચના રોજ બેલગાવીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી રાહુલના કર્ણાટક પ્રવાસ પહેલાં 120 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી શકે છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, મને લાગે છે કે હવે સમગ્ર રાજ્ય શાસનની સાથે એક નવી સરકારની રાહ જોઈ રહ્યો છે. કર્ણાટક આ દેશનું સૌથી ભ્રષ્ટ રાજ્ય બની ગયું છે. એટલે જ ચૂંટણી માટે 1300 કરતા વધુ ઉમેદવારોએ ટિકિટની માગ કરી છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.