• દિશા પટનીનો નવો વીડિયો વાયરલ થયો
    મુખવાસ 18-3-2023 10:57 AM
    બોલિવુડની બોલ્ડ અને બ્યુટિફુલ અભિનેત્રી દિશા પટનીનો નવો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં નવો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે ચર્ચા છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. દિશાનાં ઇન્સ્ટાગ્રામ પર 57 મિલિયન ફોલોઅર્સ છે. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી સાથે દિશાએ પોતાની કેરિયરની શરૂઆત થયા બાદ તે સતત ચર્ચામાં રહી છે. દિશા પટની બોલિવુડમાં તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જેમાં સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે ટાઇગર શ્રોફ સાથે તેની કેમિસ્ટ્રીની પણ ભારે ચર્ચા રહી છે. 27 વર્ષીય દિશા પટની બોલિવુડ઼માં પોતાની ઇમજેને લઇને બિલકુલ પરેશાન નથી.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.