• લાગણી વગર બિઝનેસ ન કરાયઃ જયદીપ ભરતજી
    સક્સેસ સ્ટોરી 23-2-2022 10:47 AM
    • ગ્રાહકોનો વિશ્વાસ મેળવવો એ સૌથી મહત્વની બાબત છે 
    અમદાવાદ

    ‘બિઝનેસ કેન નોટ બી ડન વિધાઉટ ઇમોશન્સ, વિધાઉટ ઇમોશન્સ બિઝનેસ ઇઝ ડાયરેકશનલેસ’ એવી ફિલોસોફીમાં ભરતજી જ્વેલર્સના મેનેજીંગ ડિરેકટર જયદીપ ભરતજી માને છે. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં જયદીપ ભરતજીએ જણાવ્યું કે મારા દાદા જ્યંતિભાઇ સોની 60-70 વર્ષ પહેલા જ્વેલરીના વ્યવસાયમાં હતા. અમે મુળ રાજકોટના પરંતુ દાદા પછી અમદાવાદમાં શિફટ થયા હતા. વર્ષ 1970માં મારા પિતા ભરતકુમાર મોટા પ્રમાણમાં ‘ઘુઘરી’ સપ્લાય કરતા હતા અને વર્ષ 1975માં અમે અમારી કંપનીને રજીસ્ટર કરાવી હતી. વર્ષ 1996માં અમે ચામુંડા જ્વેલર્સની શરૂઆત કરી હતી, જોકે વર્ષ 2007માં મારા પિતાનું અચાનક અવસાન થયું હતું અને 2008માં અમે ચામુંડા જ્વેલર્સ બંધ કર્યું  હતું. 

    જયદીપ ભરતજીએ જણાવ્યું કે ત્યારબાદ મેં નિરમા યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ સાથે એમબીએ કર્યું હતું અને ક્રિસીલ કંપનીમાં જોડાઇ ગયો અને બહોળો અનુભવ લીધો. જોકે તે વખતે પણ મારા મનમાં ફરીથી જ્વેલરીનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા તો હતી જ. વર્ષ 2013માં ક્રિસીલમાંથી રાજીનામું આપીને હું બહેરીન ગયો અને ત્યાં મારા મામાના શોરૂમમાં જોડાઇ ગયો. ત્યાં હું જ્વેલરી બનાવતા શિખ્યો અને જ્વેલરીના બિઝનેસને લગતી અન્ય બાબતોનો અનુભવ લીધો. આ ઉપરાંત જીમોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકામાંથી મેં ડાયમન્ડમાં ગ્રેજ્યુએશન કર્યું અને વર્ષ 2014માં અમદાવાદમાં સીજી રોડ પર ભરતજી જ્વેલર્સનો પ્રારંભ કર્યો હતો. મારા નાના ભાઇ વિશાલે જીમોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે અમારા વ્યવસાયમાં ગ્રાહકોનો વિશ્વાસ મેળવવો એ સૌથી મહત્વની બાબત છે અને જ્વેલરીની ઉત્તમ કારીગરી દ્વારા અમે ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. દાગીનાનું ઘડતર કરતી વખતે અમે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને ગ્રાહકોને સારી સર્વિસ આપવામાં માનીએ છીએ. અમારે ત્યાં જે જ્વેલરી તૈયાર કરવામાં આવે એનો દેખાવ ‘રીચ’ દેખાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અમે સ્ટાફને ખાસ સુચના આપીએ છીએ કે ગ્રાહકો આપણા ભાગીદાર છે માટે તેઓને ક્યારેય ખોટી સલાહ ન આપવી. અમે હમેંશા ગુણવત્તા જાળવી રાખવામાં માનીએ છીએ. અમારા ત્યાં ઘડાતી જ્વેલરીમાં વપરાતા તમામ હીરાની ચકાસણી હું કે મારો ભાઇ વિશાલ કરીએ છીએ. અમારે ત્યાં ડાયમન્ડમાં બ્રાઇડલ જ્વેલરી અને એન્ટિક જ્વેલરીની માંગ વધુ રહે છે. એન્ગેજમેન્ટ રીંગ બનાવવામાં અમારી માસ્ટરી છે. પ્રથમ રીંગ તૈયાર કરવામાં અમને દોઢ વર્ષ લાગ્યું હતું અને અમે તેમાં વેણીકલાનો ઉપયોગ કર્યો છે. આ ઇમોશનલ પ્રોડકટ છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં ભારત, બહેરીન, ઓમાન અને યુએઇમાં અમારા ગૃપના કુલ 20 શોરૂમ કાર્યરત છે. ભારતમાં અમદાવાદ ઉપરાંત ચેન્નાઇ અને કોઇમ્બતુરમાં શોરૂમ છે. આગામી પાંચ વર્ષમાં ગુજરાત સિવાય ભારતમાં 10 શોરૂમ શરૂ કરવાનું પ્લાનિંગ છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના નાના શહેરોમાં અમે શોરૂમ શરૂ કરવા માંગીએ છીએ. અમે ગત વર્ષથી પ્રાઇવેટ શો શરૂ કર્યા છે, હવે આગામી જુલાઇમાં પ્રિ-વેડીંગ શો યોજવામાં આવશે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!