• ત્રિપુરામાં ફરી ડબલ એન્જિન સરકાર બનશે- પીએમ મોદી
    મુખ્ય સમાચાર 11-2-2023 09:19 AM
    • સરકારે ત્રિપુરાને ડર, ભય અને હિંસાથી મુક્તિ આપી છે- આક્રમક પ્રચાર દરમિયાન મોદી છવાયા
    અગરતલા

    ત્રિપુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રચાર કરતા વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હતું કે, ત્રિપુરમાં ફરીવાર ડબલ એન્જિનની સરકાર બનશે. ત્રિપુરાનાં લોકોને હવે ડબર, ભય અને હિંસાથી મુક્તિ મળી ચુકી છે. તેમણે કહ્યું કે અગાઉ ત્રિપુરામાં માત્ર એક જ શબ્દ 'દાન' સાંભળવામાં આવતો હતો. તેમણે ત્રણ દાયકાઓ સુધી દાનના નામે લોકોને લૂંટવાનું લાયસન્સ આપીને રાખ્યુ હતું. અમે ત્રિપુરાના લોકોએ દાન માંગનારા લોકોથી મુક્ત કર્યા છે.અગાઉ ત્રિપુરામાં એક જ પાર્ટીનો ધ્વજ લહેરાવવાની મંજૂરી હતી પરંતુ આજે ભાજપ સરકારે ત્રિપુરાને ડર, ભય અને હિંસાથી મુક્તિ આપી છે. કોંગ્રેસ અને ડાબેરીઓએ ત્રિપુરાને વિકાસના મામલે પાછળ ધકેલી દીધુ હતું પરંતુ અમારી સરકારે માત્ર પાંચ વર્ષમાં ત્રિપુરાને ઝડપી વિકાસના પાટા પર લાવી દીધું છે. પીએમ મોદીએ કહ્યું કે, પહેલા ત્રિપુરામાં માત્ર ડાબેરી કેડરને જ સરકારી યોજનાઓનો લાભ મળતો હતો પરંતુ હવે દરેક નાગરિકને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનોમાં પણ સી.પી.એમ. કેડરનો કબજો હતો પરંતુ ભાજપ સરકારે રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે.

    ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરતા એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, અહીં ફરી એક વખત ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, ત્રિપુરા ચૂંટણી માટે મારી આ પ્રથમ જનસભા છે અને હું જોઈ રહ્યો છું કે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જ્યાં સુધી મારી નજર પડે ત્યાં સુધી લોકો નજર આવી રહ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે, ત્રિપુરાના ગરીબો, યુવાનો, માતાઓ-બહેનો, જનજાતિઓ માટે પાર્ટીએ નવો લક્ષ્ય નક્કી કર્યો છે અને પાર્ટીએ તેને પૂરો કરવાનો સંકલ્પ લીધો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!