• સુરેન્દ્ર નગર નજીક પીવાનાં પાણીની સમસ્યા
    ગુજરાત 15-2-2023 10:03 AM
    • છેલ્લા 20 દિવસથી અપુરતુ પાણી મળી રહ્યુ છે
    સુરેન્દ્રનગર

    સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છેવાડાના સદાદ ગામે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે.જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યુ છે. ગામમાં છેલ્લા 20 દિવસથી અનિયમિત અને અપુરતુ પાણી મળી રહ્યુ છે. ગામની વસતી આશરે 1100 લોકોની છે. “સૌની” યોજના હેઠળ ગામમાં  પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી.મહિલાઓને પાણી ભરવા માટે દુર જવુ પડે છે અથવા તો પાણીના ટેન્કર મંગાવવા પડે છે. સદાદ ગામનું તળાવ પણ ખાલીખમ છે. જેથી ગામલોકોની હાલત કફોડી બની ગઈ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!