• ડ્રગ્સ પકડાયું નથી, પકડ્યું છે: છેલ્લા 1 વર્ષમાં 6500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગારો જેલના હવાલે
    મુખ્ય શહેર 23-9-2022 01:52 PM
    • ગુજરાતમાં ડ્રગ્સ પકડવામાં ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ ખૂબ મહત્વની સાબિત થઈ છે
    ગાંધીનગર

    ગૃહ રાજયમંત્રી  હર્ષ સંધવીએ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુંનથી, પણ ગુજરાત પોલીસની સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે. 
    છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૭૪૦ ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. 

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે એમ જણાવી મંત્રીશ્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ. એટલું જ નહિ, ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે. 

    મંત્રીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!