• ભૌગોલિક તાસીરના કારણે સીંગતેલ કે કપાસિયા તેલ ગુજરાતી પ્રજાને માફક આવે છે

    મુખ્ય શહેર 23-9-2022 02:09 PM
    • Olixir Cold Pressed Oils- આજની દોડધામભરી જિંદગીના જમાનામાં જરૂરિયાત મુજબનું ઉત્તમ ખાદ્યતેલ
    અમદાવાદ

    કોઈપણ પ્રકારની તરસ અને જરૂરિયાત એ માનવની સ્વભાવિક વૃત્તિને સંચાલિત કરે છે. માનવ સભ્યતાનું ઉત્થાન આધુનિકરણ અને પતનએ તરસ અને જરૂરિયાતને આધારિત છે. આ તત્વોની આસપાસ જ માનવ સભ્યતાનો આરંભ અને વિકાસ થયો છે. આપણી આજની જીવન શૈલી પણ આ જ તત્વો પર આધારિત છે.

    તરસ એટલે કે thirst, craving કે aspiration. તરસ એ ઉપલબ્ધતા અને જરૂરિયાતને જોડતું તત્વ છે. માનવને ઝડપી ગણતરીઓ કરવાની ખેવનાએ કેલ્ક્યુલેટરને જન્મ આપ્યો જે જરૂરિયાતના માર્ગે થઈ આજે સ્માર્ટફોન અને સ્માર્ટવોચમાં પરિવર્તિત થયેલો છે. પુરાતન ભોજન પરંપરાઓ અને આદતો મુખ્ય વિચારનું ઉત્તમ ઉદાહરણ છે.

    કેટલાક પ્રશ્નો અને જવાબો થકી આ વિચારનો વિસ્તાર થઈ શકે છે. મરી-મસાલાએ કેમ ભોજનનો અગત્યનો ભાગ છે? કેમ આ મસાલા પાછળ યુરોપીયનો ઉષ્ણકટિબંધ પ્રદેશો તરફ આકર્ષાય? કેમ ગળપણએ ગુજરાતીના ભોજનનો મહત્વનો ભાગ છે જ્યારે સરસવનું તેલ એ ઉત્તર ભારતમાં મહત્વનું છે?

    આ પ્રશ્નોના જવાબ એ વિજ્ઞાન અને સંસ્કૃતિનું જ્ઞાન છે. જે માનવીની જીવનશૈલીના બંધારણને સમજવા માટે જરૂરી છે. ગુજરાત એ ભૌગોલિક ગરમ પ્રદેશ છે. વર્ષના 9 મહિના ગરમ હવામાન રહે છે. આ સમયના પ્રવાસો દરમિયાન શરીરમાં પાણી અને ઉર્જાની ઉણપ વર્તાય છે. વર્ષો અગાઉ ઘરે આવનાર મહેમાનને ગુજરાતી ઘરોમાં ગોળ અને પાણી પીરસવામાં આવતું હતું. ગળપણ એ તત્કાલીન ઉર્જાસચાર કરે છે જ્યારે પાણીએ અનન્ય જરૂરિયાત છે. આમ ગળપણએ ગુજરાતી ભોજનશૈલીનો મહત્વ નો ભાગ છે. આ જ ભૌગોલિક તાસીરના કારણે સમજી શકાય કે શા માટે સીંગતેલ કે કપાસિયા તેલએ ગુજરાતી પ્રજાને માફક આવે છે જ્યારે સરસવનુ ગરમ પ્રકૃતિ વાળું તેલ ઉત્તર ભારતના લોકોને આકર્ષે છે.મસાલાએ ભોજનમાં આરોગ્ય અને સ્વાદની દૃષ્ટિએ અનન્ય અને મહત્વનું સ્થાન છે. તેઓ ભોજનને સુંદર સ્વાદ અને સુગંધ આપીને ભોજનમાં રુચિ પેદા કરે છે. તદુપરાંત શરીર માટે મહત્વના પરંતુ ઓછી માત્રામાં જરૂરી પોષકતત્વો પુરા પડે છે. આજ તરસે યુરોપીયનોને ઉષ્ણકટિબંધ પ્રદેશ માટે આકર્ષ્યા હતા.તરસ અને તેનાથી પ્રેરાયેલી જરૂરિયાત જીવનનું સંચાલન કરે છે. સંતુલનએ કુદરતનો પાયાનો નિયમ છે. પરંતુ માનવી જ્યારે જરૂરિયાતને અતિક્રમીને કેવળ મૃગ તૃષ્ણા પાછળ દોડે છે ત્યારે ત્યારે કુદરતી સનતુલન ખોરવાય છે. સમય આ વાત નું સાક્ષી રહ્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!