• દ્વારકા જિલ્લા ભાજપના નેતાએ ડાયરામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, વીડિયો વાયરલ થતા અટકાયત કરાઈ
    ગુજરાત 2-2-2023 08:01 AM
    દેવભૂમિદ્વારકા જિલ્લામાં ઝારેરા ગામે લોકડાયરો યોજાયો હતો. આ ડાયરામાં ભાજપના નેતા ભાન ભૂલી અને ચલણી નોટોના વરસાદ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. આ સમગ્ર ઘટનાનો વિડીયો યુ. ટ્યુબમાં  મુકાયા બાદ પોલીસ એકશન મોડમાં આવી અને ભાજપના નેતાની અટકાયત કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને લઈ ભાજપના નેતાઓમાં હરખ સમતો નથી. તેમ દેવભૂમિદ્વારકા જિલ્લાના ઝારેરા ગામે લોયાએલ લોકડાયરામાં ભાજપના નેતા અને  રાણાવાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ નાનજીભાઈ મુરૂભાઈ કરશીયા ભાન ભૂલ્યા અને ડાયરા દરમિયાન જ લોકો વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. ત્યારે લોકડાયરામાં ફાયરિંગ થતાં લોકો ભયમાં મુકાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો “Shree Dasaram Mandir Zarera” નામની ચેનલ ઉપર અપલોડ થતા પોલીસ એકશન મોડ પર  આવી છે અને ભાજપના નેતાની અટકાયત કરી છે . તારીખ 23 જાન્યુઆરીના રોજ ભાણવડ તાલુકાના ઝારેરા ગામે ખાતે સંત શ્રી દાસારામ બાપાની જન્મ જયંતીના પ્રસંગે યોજાયેલ રાત્રે યોજાયેલ લોક ડાયરામાં એક વ્યક્તિએ પોતાની પાસે રહેલ હથિયાર થી હવામાં ફાયરીંગ કરેલ છે. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ યુ-ટ્યુબમાં ઉપલબ્ધ હોય જે સમગ્ર કાર્યક્રમનો વિડીયો ઝીણવટભરી રીતે તપાસી જોતા. પોલીસને એક ઈસમ દ્વારા ચાલુ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમના સ્ટેજની સામે જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજરી હોય છતા પણ રોફ જમાવવા, આમ જનતામાં ભયનું વાતાવરણ ફેલાઇ તે રીતે, બેદરકાર થઇ ગેરકાયદેસર રીતે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતો હોવાનું શોધી કાઢેલ. બાતમીદારોને યુ-ટ્યુબમાં રહેલ વિડીયો બતાવતા હવામાં ફાયરીંગ કરનાર વ્યક્તિ નાનજીભાઈ ગુરૂભાઈ કરથીયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તાત્કાલીક આ વ્યક્તિને હથીયાર ધારા કલમ 25(9) મુજબ ગુન્હો આચરેલ હોય જેથી સાથેના પોલીસ  ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.  ત્યારે પોલીસ દ્વારા ભાજપના નેતા અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!