• મણિપુર બાદ અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી, લોકોમાં ભય
    આંતરરાષ્ટ્રીય 4-2-2023 09:50 AM
    • તીવ્રતા ચાર કરતા વધારે નોંધાઇ, આંચકાઓનો દોર જારી
    નવી દિલ્હી

    દેશ અને દુનિયામાં સતત ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે. ભારતનાં વિવિધ ભાગોમાં આંચકાનો દોર જારી રહ્યો છે. ભૂકંપનો ખતરો મંડરાઈ રહ્યો છે. મણિપુર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો છે. આ શનિવારે સવારે લગભગ 9:07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી.

    અફઘાનિસ્તાનમાં સવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 186 કિલોમીટર ઉંડી હતી. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી મળ્યા. આ પહેલા શનિવારે સવારે મણિપુરમાં ધરતી ધ્રૂજતી હતી. શનિવારે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ગઈકાલે રાત્રે એટલે કે શુક્રવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો ભૂકંપ આવ્યો હતો. ઉત્તર પ્રદેશના શામલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપ રાત્રે લગભગ 9:30 કલાકે આવ્યો હતો. ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકોને તેનો અનુભવ નહોતો થયો.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!