• ગીર-સોમનાથ તલાલામાં ભૂકંપનો આંચકો, ધરા ધ્રૂજતા ભયનો માહોલ
    મુખ્ય શહેર 12-2-2023 08:49 AM
    • ગુજરાતનાં જુદા જુદા ભાગોમાં આંચકાનો દોર જારી
    ગીર સોમનાથ

     ગુજરાતનાં જુદા જુદા ભાગોમાં પણ આંચકાનો દોર જારી રહ્યો છે. હવે સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં હળવા આંચકા આવ્યા છે. ગીર સોમનાથ અને તલાલામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. મોડી રાત્રે 2.45 વાગ્યે તલાલામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ગીર સોમનાથમાં આવેલ આ ભૂકંપના આંચકો 2.3 ની તીવ્રતાનો નોંધાયો છે. અને તલાલાનાં ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાના ગામ્ય વિસ્તારથી દુર હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ સુરત અને ત્યાર બાદ દુધઈમાં ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એ પછી ફરી આજે ગીર સોમનાથ, તલાલામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનો ઘરની બહાર તરફ દોડી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે ગઈકાલે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કીમી દુર નોંધાયુ હતું. સુરતમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો તેમના ઘરની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!