• કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો આવ્યો
    ગુજરાત 19-1-2023 10:39 AM
    • ભુકંપની તીવ્રતા 3ની મપાઈ- લોકોમાં ફફડાટ
    કચ્છ

    કચ્છમાં વારંવાર આંચકાનો દોર જારી રહ્યો છે. કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. આજે સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું. વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ જ કચ્છમાં ભયાનક ભુકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભુકંપના આચકાથી સ્થાનિક લોકોએ 2001ના ભુકંપ જેવો અનુભવ કર્યો. ભુકંપના આચકાનો અનુભવ થતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.આ અગાઉ ભુજમાં  11મી જાન્યુઆરીએ ભુકંપ આવ્યો હતો. 11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!