• 1414 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં ઇડી-આઇટી તપાસ કરશે
    રાષ્ટ્રીય 6-2-2023 01:32 PM
    • કેટલીક નવી ચોંકાવનારી વિગત ખુલે તેવી શક્યતા
    નવી દિલ્હી

    ગુજરાતમાં સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. આ સંબંધમાં કેટલીક નવી વિગત ખુલી શકે છે. હવે આ કેસમાં ઇડી અને આઇટી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. આ સટ્ટામાં જેમાં 11 ડમી બેંક એકાઉન્ટમાં રૂપિયા 1414 કરોડની રકમ હવાલા દ્વારા સટ્ટાકિંગ રાકેશ રાજદેવે દુબઇ ટ્રાન્સફર કરી હતી. પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આર.આર એટલે કે રાકેશ રાજદેવે માત્ર ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ પ્રોફેશનલ બુકીઓની ફૌજ ઉભી કરી હતી અને દુબઇમાં બેઠાબેઠા સટ્ટા બેટિંગનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. ક્રાઇમબ્રાંચે આ કેસમાં વિશેષ ટીમની બનાવીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે જેમાં રાકેશ રાજદેવે ગુજરાત અને અન્ય રાજ્યોમાં બુકીઓની ફૌજ ઉભી કરી હતી. જેમના દ્વારા તે હજારો કરોડનો સટ્ટો બુક કરતો હતો. સુત્રોના જણાવ્યા મુજબ 1414 કરોડની માતબર રકમ તો સટ્ટા બેટિંગની કુલ રકમનો ભાગ હતો. રાકેશ રાજદેવે આ રકમ પોતાના પાસે ટ્રાન્સફર કરતા પહેલા ગુજરાતના બુકીઓ અને સટ્ટોડિયાઓને પણ ત્રણ હજાર કરોડનું ચુકવણુ કર્યું હતું. તેણે માત્ર અમદાવાદ જ નહી , પણ રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીધામ જેવા શહેરોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હતું. જેથી ગુજરાતમાં સટ્ટા બેટિંગનો આંક વધી શકે છે.આ તપાસમાં ક્રાઇમબ્રાંચની સાથે સાયબર ક્રાઇમની ટીમ, ફોરેન્સીક સાયન્સની અને ઇડી તેમજ ઇન્કમટેક્ષની ટીમ પણ આગામી સમયમાં જોડાઇને તપાસ કરશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!