• સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને ભાવિકોમાં ઉત્સાહ
    મુખ્ય શહેર 26-5-2023 01:39 PM
    • બે દિવસના દિવ્ય દરબાર 2 લાખથી પણ વધારે લોકો સામેલ થાય તેવું અનુમાન
    સુરત

    સુરતમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સાંજે 5 વાગેથી દરબારની શરૂઆત થવાની છે. જેમાં હાજર રહેવા લોકો ગુજરાતના અલગ શહેર ઉપરાંત અન્ય રાજયમાંથી પણ અહિયાં આવ્યા છે. જો કે આયોજકો દ્વારા બાબાના દિવ્ય દરબાર માટે બે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં એક મુખ્ય સ્ટેજ છે. જ્યારે તેની બાજુના અન્ય એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે.

    જ્યારે આ દરબારમાં આવનારા લોકો માટે બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકો બાબા બાગેશ્વરમાં રહેલી આસ્થાને પગલે અલગ અલગ સ્થળેથી અહિયાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ બે દિવસના દિવ્ય દરબાર 2 લાખથી પણ વધારે લોકો સામેલ થાય તેવું અનુમાન છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!