• ભાવનગરમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો, હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ
    ગુજરાત 16-1-2023 10:08 AM
    • છેલ્લા ચાર સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના કુલ 1800થી વધુ દર્દીઓ નોંધાયા છે
    ભાવનગર

    ભાવનગર શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે. છેલ્લા થોડાક સપ્તાહમા જ વિવિધ રોગના અનેક કેસો સપાટી પર આવ્યા છે. હોસ્પિટલોમાં હાલમાં દર્દીઓનો ભરાવો જોવા મળી રહ્યો છે. ભાવનગર વહીવટીતંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા ચાર સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના કુલ 1800થી વધુ દર્દીઓ નોંધાયા છે. આ ભાવનગર શહેરના 14 આરોગ્ય કેન્દ્રના આંકડા છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અગાઉ શહેરમાં મિશ્ર ઋતુઓથી અને ઠંડીના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે. શીત લેહરને કારણે શરદી-ઉધરસ અને તાવની સાથે સાથે ઝાડા ઉલટીનું પ્રમાણ વધુ રહે છે. જેથી નાના બાળકોને બીમારીથી બચાવવા ભીડ વાળી જગ્યા પર જવુ ટાળવુ જોઈએ સાથે જ જંકફૂડ અને ઠંડા પીણા જેવી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું હિતાવહ છે. ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે બીમાર પડવાના કેસ પણ વધી રહ્યાં છે. રાજકોટની વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો શરદી ઉધરસના 345 કેસ તાવના 53 અને ઉલટીના 72 કેસ સામે આવ્યાજેને લઇ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે.એક સાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા સિવિલમાં લાંબી લાઇનો જોવા મળી. રાજકોટના દર્દીઓનો આરોપ છે કે લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં તેમને યોગ્ય સારવાર મળતી નથી.સિવિલમાં તબીબોનો અભાવ હોવાનો પણ દર્દીઓ આરોપ લગાવી રહ્યા છે. દર્દી કહી રહ્યાં છે કે તેમનો નંબર અડધો કલાકે આવ્યો છે. જ્યારે સિવિલના સુપરિન્ટેન્ડેટનું કહેવું કે ઠંડી અને ગરમીને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે. પરંતુ સિવિલ તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!