• ગુજરાતમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં રોગચાળો વકર્યો

    મુખ્ય શહેર 9-1-2023 11:49 AM
    • શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે
    • ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે
    અમદાવાદ

    ગુજરાતનાં જુદા જુદા ભાગોમાં હાલમાં રોગચાળો વકરી ગયો છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં હાલત ખરાબ થઇ રહી છે. હોસ્પિટલમાં તાવ, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનનાં કેસો વધી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં વાયરલ ઇન્ફેક્શનનાં કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પગલા લીધા છે. 
    રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે. છેલ્લા થોડા દિવસોથી અસહ્ય ઠંડી અનુભવાઇ રહી હતી. તો હવે તાપમાનમાં અચાનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય વિભાગે રોગચાળો કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.રાજકોટમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં શરદી ઉદરસના 345 કેસ નોંધાયા છે. તો તાવના 53 અને ઝાડા ઉલટીના 72 કેસ સામે આવ્યાં છે..જેને લઇ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. એક સાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા સિવિલમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. જેને લઇ દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો બીજી તરફ સિવિલના સુપરિન્ટેન્ડેટનું કહેવું છે કે ઠંડી અને ગરમીને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યાં છે. પરંતુ સિવિલ તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.બીજી તરફ સિવિલમાં લાંબી લાઇન લાગતા દર્દીઓ રોષે ભરાયા છે. દર્દીઓનો આરોપ છે કે લાંબી લાઇનોમાં ઉભા રહેવા છતાં તેમને યોગ્ય સારવાર મળતી નથી. સિવિલમાં તબીબોનો અભાવ હોવાનો પણ દર્દીઓ આરોપ લગાવી રહ્યાં છે..તબીબોના અભાવે દર્દીઓને રઝળવાનો વારો આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!