• ‘નિજાનંદના અનુભવો’ - 3
    આર્ટિકલ 3-12-2022 02:17 PM
    લેખક: જયશ્રીબેન પટેલ
    વનનાં ઉતાર ચઢાવ આવે તેમ તેમ જિંદગી આગળ વધતી જાય ને માનવ ધડાતો જાય. તેમાં જ પોતાનાં નિજાનંદને શોધતો ફરે ને મળે તો ક્યારેક તુરંત માંણે નહિ તો જ્યારે મમળાવે ત્યારે માંણે.અમારે ત્યાં દૂધ આપવા આવતાં રોશનબીવીને સમજણી થઈ ત્યારથી જ જોતી આવી હતી. નાની મેનાબા ભેંસ દોહવા બેસે એટલે મને અને મારા માસીયાઈ  ભાઈને પ્યાલો ભરી તાજું ફીણ ભરેલું દૂધ પીવા આપે.મન ત્યારે આનંદ પામતું, પણ ખરો નિજાનંદ તો સાચું કહું ભરૂચ સાત વર્ષની થઈ પછી પામી.

    રોજ સવારે મોમેડન બૂ(રોશનબીવી) દૂધ આવવા આવતા ત્યારે પામી. બા દૂધ લેવા જાળી ખોલે ને તેમની જોડે હું પ્યાલો લઈ ઊભી રહેતી ને બૂ મને તે ભરી દેતા તો મારી આંખોમાં એક ખુશીની લહેર છાંઈ જતી.અહીં નાની ને બૂ બન્ને મારા નિજાનંદના મિત્રો હતાં.

    એવા બૂ માટે …
    બૂ
    મારે ત્યાં દૂધનું લઈ,
    બોઘરણું આવે ..બૂ,
    સરસ અંકોડીની શ્વેત 
    કિનારીવાળો દુપટ્ટો ને,
    ફૂલફૂલવાળું સલવાર કમીઝ
    શોભે ગોરેવાન…બૂ
    જાળીને ખખડાવી તે,
    હાજરી પૂરાવે, બા મારી,
    લઈ તપેલી ઊભી રહે ને,
    હોઠે સસદા તેમના મુશ્કાન…બૂ
    ક્યારેક લાવે અમ સાટું
    મીઠી મીઠી બળી લસપસ,
    દાણ મારું ચૂકવે પ્યાલા મહીં
    હું ખુશીથી નાચું થનગન…બૂ
    યાદ તેમની આવે મને
    આજે આ છે મારું તેમને,
    તર્પણ અનોખું સહૃદયી 
    મારા અહોભાવથી વંદન..બૂ
    સદાય મરક મરક હસતો,
    ચહેરો, ન કદી સંતાપ મેં ન જોયો…બૂ

    (દવાખાનામાં ડોક્ટરની રાહ જોતા કવિતાનું પુસ્તક યુગવંદના હાથ આવ્યું , દૂધવાળો આવે ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય હતું તેમાં .યાદ આવ્યા મારે ત્યાં દૂઘ આપવા આવતા બૂ તેમને અર્પણ આજની મારી રચના)

    આવા બૂ સાથે જિંદગીમાં પછી ક્યારેય ન મળી હું બાર તેર વર્ષની થઈ ત્યાં સુધી તેમને રોજ સવારનાં પહોરમાં મળતી. એમની ભેંસ વિયાતી ત્યારે તે પહેલા દૂધમાંથી સરસ મજેની બળી બનાવી લઈ આવતાં. એની મિઠાસ યમી કરી ખાતા ને વાહ જે નિજાનંદ હું લૂંટતી તેવો આનંદ આજની ભલભલી મોર્ડન મિઠાઈ ક્યારેય નથી આપી શકી. શું મિત્રો વાંચીને મોંમા પાણી ન છૂંટ્યું સાચું બોલજો.આજકાલ લારી પર મળતી રસાયણ યુક્ત બળી લલચાવે ખરી પણ આનંદ તો ન જ આપે. હું નથી જાણતી મારા ભાઈ ભાંડુંને બૂ યાદ છે કે નહિ પણ હું ક્યારેય ન વિસરી શકી! એ પછી તો કેટલાય દૂધવાળા આવ્યા બદલાયા પણ જે લાગણી ને આત્મીયતા બૂ સાથે બંધાયેલી તે કોઈ સાથે આત્મસાત ન કરી શકી. તમને યાદ હોય કોઈ આવી વ્યક્તિ તો જરૂર મનોમન યાદ કરી જરૂર નિજાનંદનો આનંદ માણજો. ફરી ફરી જીવી લેવાનું મન થશે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!