• પુરાતત્ત્વ ખાતાના અભ્યાસનું સ્ફોટક તારણ, ઉત્તરાખંડમાંથી 7મી અને 8મી સદીનાં બે મંદિર ગાયબ
    રાષ્ટ્રીય 5-6-2023 09:48 AM
    દહેરાદૂન

    ઉત્તરાખંડના બે પ્રાચીન મંદિર નક્શામાંથી ગાયબ થઈ ગયા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અભ્યાસમાં આ વાત સામે આવી છે. એએસઆઈ દહેરાદૂન સર્કલની ટીમે તેનું નિરીક્ષણ કર્યુ છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં જ એએસઆઈ કાર્યાલય દિલ્હીને મોકલવામાં આવશે. બીજી તરફ એએસઆઈની ટીમ ટૂંક સમયમાં જ ચકરાતાની રોમન શૈલીમાં બનેલા ઐતિહાસિક સ્કોટિશ અને એંગ્લિકન ચર્ચોનું સંરક્ષણ કરવાની છે.

    અલ્મોડાના દ્વારાહાટમાં એક ઊંચા પહાડ પર કુટુંબરી મંદિર હતુ. જેનુ નિર્માણ આઠમી સદીમાં કત્યૂરી શાસકોએ કરાવ્યુ હતુ. સાત મંદિરોની સાથે આને પણ એએસઆઈએ 26 માર્ચ 1915એ રિઝર્વ કર્યુ હતુ. છેલ્લી વખત 1957માં રેકોર્ડમાં આનો ઉલ્લેખ મળ્યો હતો. જે બાદ વર્ષ 1964માં જમીન પર મંદિરના ખૂબ ઓછા ભૌતિક પુરાવા મળ્યા. ધીમેધીમે મંદિર નક્શામાંથી દૂર થતુ ગયુ. સ્થાનિક લોકોએ આ મંદિરના અવશેષોનો ઉપયોગ પોતાના ઘરોમાં કરી લીધો છે. જોકે તેની તપાસ કરવાની હજુ બાકી છે. ગત દિવસોમાં એએસઆઈ દહેરાદૂને આ મંદિરનો એક રિપોર્ટ એએસઆઈ કાર્યાલયને મોકલ્યો હતો.

    હેડક્વાર્ટરે આનું ભૌતિક સર્વેક્ષણ કરાવવાનું કહ્યુ જેની પર એએસઆઈ દહેરાદૂનના અધિક્ષક પુરાતત્વવિદની ટીમે અલ્મોડા પહોંચીને ગયા અઠવાડિયે આનું નિરીક્ષણ કર્યુ. રવિવારે તે નિરીક્ષણ કરીને પાછા ફર્યા. નિરીક્ષણમાં તેમણે જાણ્યુ કે મંદિરના અવશેષ બચ્યા નથી. હવે આનો વિસ્તૃત રિપોર્ટ હેડક્વાર્ટરને મોકલવામાં આવશે.

    બીજુ મંદિર રામનગરમાં કાર્બેટ ટાઈગર રિઝર્વ નજીક ઢિકુલીનું વૈરાટપટ્ટન મંદિર છે. વૈરાટપટ્ટન 7મી સદીમાં એક રાજધાનીનો વિસ્તાર હતો જ્યાં હવે ગાઢ જંગલ છે. વર્ષ 2013માં અહીં એક શિવાલયના અવશેષ મળ્યા બાદ એએસઆઈએ આને રિઝર્વ સ્મારક જાહેર કર્યુ હતુ પરંતુ ધીમે-ધીમે અહીંના અવશેષ પણ ગાયબ થઈ ગયા. હવે એએસઆઈએ આને મિસિંગ સ્મારકની યાદીમાં સામેલ કર્યા છે. આ બંને મંદિર દેશના ખોવાયેલા 50 સ્મારકોની યાદીમાં સામેલ છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.