• સુર્યકુમારના ફ્લોપ શોથી ચાહકો નિરાશ, પાંચ ઇનિગ્સમાં 50 રન
    સ્પોર્ટ્સ 20-3-2023 01:29 PM
    • ઓસ્ટ્રેલિયા સામે બંને મેચોમાં શુન્ય રને આઉટ થતા નિરાશા
    • મિશેલ સ્ટાર્કની બોલિંગમાં બંને મેચોમાં આઉટ થયો
    મુંબઇ

    વિસ્ફોટક બેટ્સમેન સુર્યકુમાર યાદવ હાલમાં ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તેના કંગાળ દેખાવનાં કારણે ચાહકો નારાજ છે. ઓસ્ટ્રેલિયા સામેની બંને મેચોમાં તે શુન્ય રને આઉટ થયો છે. છેલ્લી પાંચ ઇનિગ્સમાં સુર્યકુમારે માત્ર 50 રન કર્યા છે. મિશેલ સ્ટાર્કે વનડે સિરીઝની બંને મેચમાં સૂર્યકુમાર યાદવને પોતાનો શિકાર બનાવ્યો છે. બંને વખત સૂર્યા શૂન્ય રન પર જ નહીં પ્રથમ બોલે એક ભૂલથી પરત ફર્યો હતો.સૂર્યકુમાર યાદવના બેટથી નિકળતી આગ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બંને વનડે મેચમાં સાવ ઓલવાઈ ગઈ છે. મુંબઈ બાદ વિશાખાપટ્ટનમમાં પણ શૂન્ય રને વિકેટ ગુમાવીને તે પરત ફર્યો હતો.મુંબઈમાં ભારતીય ટીમની શરુઆત લક્ષ્યનો પિછો કરતા ખરાબ રહી હતી. 39 રનમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમ 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલ ટાર્ગેટ વિના વિકેટે પાર કરી લીધુ હતુ.

    2021 ના વર્ષ દરમિયાન સૂર્યકુમાર યાદવે વનડે કેપ મેળવી હતી. તેણે અત્યાર સુધીમાં 21 મેચો રમી છે, જેમાં તેણે 433 રન નોંધાવ્યા છે. અંતિમ પાંચ ઈનીંગ સૂર્યાની ખાસ રહી નથી. સૂર્યા તેની તોફાની રમત માટે જાણિતો છે અને તે વનડે ક્રિકેટમાં હજુ પોતાના અસલી રંગને દર્શાવી શક્યો નથી. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે પણ અગાઉ પ્રભાવિત કરી શક્યો નહોતો અને હવે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બેટર તરીકે સ્થાન મેળવીને એક પણ રનનુ યોગદાન આપી શક્યો નથી.વનડે ફોર્મેટમાં છેલ્લી 6 મેચમાં પાંચ ઈનીંગ રમ્યો છે. સૂર્યાનો પાછળની પાંચ ઈનીંગનો સ્કોર જોવામાં આવે તો 4, 31,14,0,0 રહ્યો છે. આમ પાંચ ઈનીંગમાં મળીને તે પૂરા પચાસ રન પણ નોંધાવી શક્યો નથી. આ પહેલાની તે 12 ઈનીંગમાં 260 રન નોંધાવી ચૂક્યો છે. વનડે ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ સતત ફ્લોપ જઈ રહ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!