• પેઢલા ગામ પાસે ભારે પાણી ભરાતા ફાયર ફાઇટરોએ વિદ્યાર્થીઓને  કોઝ-વે પાર કરાવ્યો
    મુખ્ય શહેર 18-8-2022 11:22 AM
    રાજકોટ

    જેતપુરમાં આજે સવારે અસહ્ય બફારા બાદ 10 વાગ્યા આસપાસ અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જેતપુર શહેર તેમજ આસપાસના ગામડાઓ પાણી પાણી થઇ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે શાળાએ આવન-જાવન માટેના કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ફસાતા તંત્ર દ્વારા લાયબંબામાં બેસાડીને કોઝ-વે પાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    પાણીના પ્રવાહ વધતા તંત્ર દ્વારા જેસીબી તેમજ ફાયર ટીમ બોલાવી બાળકો સહિતનાઓને આ કોઝ-વે પસાર કરાવવામાં આવ્યો હતો. જેતપુર નગરપાલિકાની ટીમ કેન્દ્રીય વિદ્યાલય પહોંચી હતી અને વિદ્યાર્થીઓને JCB અને ફાયર ફાઇટરના લાયબંબામાં બેસાડી કોઝ-વે પસાર કરાવ્યો હતો. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા હતા. જેમાં 300-400 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હતા. જો કે હાલ તંત્રે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરીને કોઝ-વે પસાર કરાવવામાં આવ્યો છે.

    જેતપુરના પેઢલા પાસેની કેન્દ્રિય વિદ્યાલય પાસેના કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ સહિત લોકોના ફસાયા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાણીના પ્રવાહ ઘટવાની રાહ જોતા ફસાયા હોવાનું સામે આવ્યું છે. પાણીના પ્રવાહમાં ફયાયેલ ઘણા જીવના જોખમે પણ પસાર થયા હતા. અંદાજીત 300-400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા જેના બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!