• રાજકોટમાં પ્રથમવાર રાજ્યક્ષાની ન્યૂરોસર્જન કોન્ફરન્સનું આયોજન થયું, દેશભરના નામાંકિત ન્યૂરોસર્જન ભાગ લેશે
    મુખ્ય શહેર 4-2-2023 10:11 AM
    રાજકોટ

    રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસીએશન દ્વારા સોસાયટી ઓફ ન્યુરોસર્જન્સ ઓફ ગુજરાતના સહયોગથી રાજકોટમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આજ થી બે દિવસ માટે હોટલ સિઝન્સ ખાતે ન્યુરોસર્જનોની કોન્ફરન્સમાં દેશભરનાં નામાંક્તિ ન્યુરોસર્જનો દ્વારા ગુજરાતના ન્યુરોસર્જનો સાથે મગજની સારવાર વિશે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. દેશભરમાંથી 22 જેટલાં વરીષ્ઠ ન્યુરોસર્જન ખાસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી યુવા ન્યુરોસર્જનોને મગજના વિવિધ રોગ, નિદાન અને તેની વિશ્વકક્ષાની સારવાર વિશે માર્ગદર્શન આપશે. ગુજરાતના 163 ન્યુરોસર્જન કોન્ફરન્સમાં ભાગ લઈ પોતાના જ્ઞાનમાં વૃધ્ધી કરશે. કોન્ફરન્સમાં મગજની જુદી જુદી ગાંઠો, મગજના કેન્સર, મગજની નળીને લગતા વિવિધ રોગ, મણકાના રોગ અને તેની આધુનીક સારવાર વિશે નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપશે.

    19થી વધુ યુવા ન્યુરોસર્જન પોતાના સંશોધન પેપર રજુ કરશે. કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના પીઢ ન્યુરોસર્જનોનું લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રીય એ અને આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા દેશનાં ન્યુરોસર્જનો મુંબઈના ડો. પી. એસ.રામાણી, ડો. બી. કે. મીશ્રા, ડો. અનીલ કારાપુરકર, લંડનથી ડો. પ્રજ્ઞેશ ભટ્ટ, ડો. સુરેશ બૈચર, ચંદીગઢથી ડો. મંજુલ ત્રિપાઠી, કોલ્હાપુરના ડો. એસ. એમ. રોહીદાસ, નવી દિલ્હીના ડો. શરતચંદ્ર, કોચીના ડાઁ. અય્યાદુરાઈ, હૈદ્રાબાદના ડો. માનસ પાણીગ્રહી, મુંબઈના ડો. બટુક દીયોરા, કોઈમ્બતુરના ડો. પ્રથીબન, પુનાના ડો. સુશીલ પાટકર, બેંગ્લોરના ડો. રાજકુમાર દેશપાંડે, ગુરગાંવના ડો. સુમીતસિંહા, ડો. ગૌરવ ગોએલ, એઈમ્સ-નવી દિલ્હીના ડો. પંકજસિંહ, રૂસીકેશના ડો. નિશાંત ગોએલ, મુંબઈના ડો. જયેશ સરધારા સહિત અનેક નામાંક્તિ ન્યુરોસર્જન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

    કોન્ફરન્સના ચેરમેન ડો. હેમાંગ વસાવડા રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસીએશનના માનદ્ સંચાલક ડો. પ્રકાશ મોઢા, કોષાધ્યક્ષ ડો. રાજેન્દ્ર ત્રિવેદી, પેટ્રન ડો. કિરીટ શુકલ, ડો. નિમિષ ત્રિવેદી, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. કાંત જોગાણી, ડો. કાર્તિક મોઢા, ડો. દિનેશ ગજેરાના માર્ગદર્શન હેઠળ યુવા ન્યુરોસર્જન્સની ટીમના ડો. વિક્રાંત પુજારી, ડો. હાર્દ વસાવડા, ડો. સચીન ભિમાણી, ડો. ત્રિશાંત ચોટાઈ, ડો. કૃણાલ ધોળકીયા, ડો. જીગરસિંહ જાડેજા, ડો. પાર્થ લાલચેતા, ડો. નીધી પટેલ, ડો. અંકુર પાંચાણી, ડો. પુનિત ત્રિવેદી, ડો. સંજય ટીલાળા, ડો. વિરલ વસાણી, ડો. ગાંરાંગ વાઘાણી, ડો. કૃષ્ણ વિરડા, ડો. પ્રતીક પટેલ, ડો. સેંજલીયા, ડો. ભાર્ગવ ત્રિવેદી સહિતની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. સોસાયટી ઓફ ન્યુરોસર્જન ઓફ ગુજરાતના પ્રમુખ ડો. તુષાર સોની અને સેક્રેટરી ડો. દેવેન ઝવેરીનો આયોજનમાં સહયોગ મળી રહ્યો છે. કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!