• સ્માર્ટ સ્ટુડન્ટ માટે પાંચ મોબાઇલ એપ્સ : પ્રિયાંક દવે
    આર્ટિકલ 27-4-2022 08:50 AM
    પ્રિયાંક દવે
    25 મે, 2019

    આજના સમયે દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટ ફોન હોય છે અને આજના સ્માર્ટ ફોન તો કમ્પ્યુટર જેટલી ક્ષમતા ધરાવે છે. વિદ્યાર્થી તેમનો ખુબજ કિંમતી સમય મોબાઇલ પાછળ બગાડી દે છે પરંતુ જો વિદ્યાર્થી તેમના સ્માર્ટ ફોનનો ઉપયોગ યોગ્ય રીતે કરે તો તેઓ સ્માર્ટ સ્ટુડન્ટ પણ બની શકે છે. મોબાઇલ માત્ર સોશીયલ મિડીયા માટે નથી પરંતુ તમે તેનો ઉપયોગ રોજ બરોજના કામ સરળ કરવા કરી શકો છો. મોબાઇલમાં જો યોગ્ય એપનો વપરાશ કરવામાં આવે તો સમય બચાવામાં ઉપયોગી બની શકે છે.

    આજે આપણે કેટલાક એવા એપ્સ જોઈશું જે વિદ્યાર્થીને ખુબ જ ઉપયોગી બનશે :

    Alarmy app ઃ શું તમને સવારનું એલાર્મ બંધ કરી પાછા સૂઈ જવાની આદત છે ? તો આ એપ તમને એલાર્મ સાથે ઉઠી જવામાં મદદ કરશે. જો તમારે એલાર્મ બંધ કરવું હોય તો એપ દ્વારા પૂછેલ પ્રશ્ર્નનો જવાબ આપવો પડશે. તમે સાચો જવાબ આપશો નહીં ત્યાં સુધી એલાર્મ બંધ નહિ થાય. એટલે તમારી ઊંઘ પાક્કી રીતે ઉડી જશે.

    Forest app ઃ શું તમે કોઈ કામ કરવા બેસોને થોડીજ વાર પછી તમે મોબાઇલમાં સમય પસાર કરવા લાગો છો? આ એપ તમને ફોનની લતથી દુર રાખી એકાગ્ર રહેવામાં મદદ કરશે. ફોનનો વધુ ઉપયોગ આપણી એકાગ્રતા તોડી દે છે. આ એપ તમને ફોનથી દુર રાખી તમારા અગત્યના કામને ઝડપથી પતાવામાં મદદ રૂપ રહેશે.

    Evernote app ઃ આ એપ તમારી નોટબુક જેવું કામ કરશે. જેમાં તમે તમારી સ્ટડી પ્લાનિંગ , અગત્યની માહિતી સાચવી શકો છો. રોજ બરોજના કામની નોંધ પણ રાખી શકો છો. તમારા સ્કૂલ કે કૉલેજના અગત્યના લેક્ચરની નોંધ પણ રાખી શકો છો. આવનારી પરીક્ષાનું પ્લાનિંગ પણ કરી શકો છો. દરેક વિષયની તમારી રીતે નોંધ લખી શકો છો. આ બધી માહિતી તમને જરૂર પડે ત્યારે તમારા મોબાઈલમાંથી વાંચી શકો છો. આ એપ વિદ્યાર્થી માટે ખુબજ ઉપયોગી છે.

    Simple habit app ઃ આ એપ મેડીટેશન કરવા માટે છે. મેડિટેશનથી વિદ્યાર્થીને ખુબજ ફાયદા થાય છે. મન શાંત થાય છે , એકાગ્રતા વધે છે , ઉત્પાદકતામાં વધારો કરે છે , તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ એપમાં માત્ર 5 મિનિટના પણ મેડીટેશન છે. દરરોજનું 5 મિનિટ મેડીટેશન પણ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

    Office lense app ઃ આ એપ માઈક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવમાં આવી છે. આ એપ એક પોકેટ સ્કેનર જેવું કામ કરે છે. આ એપ તમને ડોક્યુમેન્ટની ડિજિટલ કોપી બનાવમાં મદદ કરશે. જો તમારી પાસે સ્ટડી મટીરિયલ લખવાનો ટાઈમ ના હોય તો તમે ફોનથી તેની ડિજિટલ કોપી બનાવી શકો છો પછી ગમે ત્યારે ફોનમાંથી વાંચી શકો છો અને બીજાને મોકલી પણ શકો છો. આ બધા એપ્સ દરેક શાખાના વિદ્યાર્થી માટે ઉપયોગી છે. આ એપ્સના ઉપયોગથી તમારી કાર્ય ક્ષમતામાં વધારો કરી શકશો.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!