• ટ્રેનમાં વ્હોટ્સ એપથી ઓનલાઇન ભોજન મંગાવી શકાશે
    રાષ્ટ્રીય 6-2-2023 10:53 AM
    • ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત થઇ
    નવી દિલ્હી

    રેલવે મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પોતાની ઇ-કેટેરિંગ સેવાને વધારે યાત્રીલક્ષી બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. હવે યાત્રી વ્હોટ્સ અપ મારફતે ઓનલાઇન ભોજન માટે ઓર્ડર આપી શકશે. ભારતીય રેલવેમાં સફર કરતા યાત્રીઓ માટે ખુબ સારા સમાચાર આવ્યા છે. હવે યાત્રીઓ પસંદગીનાં ભોજન માટેનાં વિકલ્પ મેળવી શકશે. રેલવે યાત્રીઓ માટે ઇ-કેટેરિંગ સેવાનાં માધ્યમથી ભોજન માટે ઓર્ડર કરવા નંબર જારી કરવામાં આવ્યા છે. ભોજન ઓર્ડર કરવા માટે વ્હાટ્સ અપનો ઉપયોગ કરી શકાશે. આના માટે વ્હાટ્સ અપ નંબર 91-8750001323ની શરૂઆત કરવામાં આવી છે. યાત્રી આઇઆરસીટીસીની ઇ-કેટરિંગ વેબસાઇટનાં માધ્યમથી સીધી રીતે સ્ટેશન પર ઉપલબ્ધ પોતાની પસંદગીનાં રેસ્ટોરન્ટથી એપ ડાઉનલોડ કરીને ભોજન મંગાવી શકાશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!