• 18 વર્ષથી વધુ વય માટે નવા આધારની નોંધણી માટે ચકાસણી કરવામાં આવશે
    મુખ્ય શહેર 29-5-2023 09:41 AM
    ગાંધીનગર

    ૧૮ વર્ષથી વધુ વયના રહિશોના નવા આધારકાર્ડ માટે આધાર નોંધણી સમયે રજુ થયેલા દસ્તાવેજોની ચકાસણી હવે શહેરમાં ડે. મ્યુનિ. કમિશનર, જિલ્લાકક્ષાએ અધિક નિવાસી કલેક્ટર અને તાલુકા કક્ષાએ મામલતદાર દ્વારા ચકાસણી કર્યા પછી જ તેનો નંબર જનરેટ થઈ શકશે. આ ચકાસણી માટે ૪૫ દિવસની સમય-મર્યાદા નિયત કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત રાજ્યમાં આધાર નોંધણી અંગે “સ્ટેટ ગર્વમેન્ટ પોર્ટલ’’અંતર્ગત નવી માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.

    હાલના સમયમાં ઓળખના પ્રાથમિક પુરાવા તરીકે આધારનું મહત્વ જે રીતે વધી રહ્યુ છે તે જોતાં આધારની ઈકો સિસ્ટમને વધુ મજબુત બનાવાવની જરૂરિયાત ઉભી થયેલી છે. યુઆઈડીએઆઈ દ્વારા ભારતની કુલ વસ્તીના ૯૪ ટકા રહીશોને આધાર મળી ગયો છે. પુષ્ઠ રહીશોમાં આ કામગીરી ૧૦૦ ટકાની નજીક પહોંચેલ છે. આથી યુઆઈડીએઆઈના મંતવ્ય મુજબ આધાર નોંધણની કામગીરી રાજ્ય સરકારના સીધા નિયંત્રણ હેઠળ થતી હોવાથી આ કામગીરી વધુ સુદૃઢ બને તે માટે રાજ્ય સરકારે સ્ટેટ ગર્વમેન્ટ પોર્ટલ સોફ્ટવેર ડેવલપ કર્યુ છે. જેમાં ૧૮ વર્ષથી વધુ વયના રહીશોની નવી આધાર નોંધણીના કિસ્સામાં રહીશોના સ્થળની ચકાસણી અને દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કર્યા બાદ જ આધાર જનરેટ કરવાની કામગીરી કરાશે.

    રાજ્ય સરકારે નવી ગાઈડલાઈનના અમલ માટે રાજ્યકક્ષાએ નોડલ અધિકારી તરીકે અધિક કલેક્ટર જી.આઈ.ડી.બી. ને નિયુક્ત કર્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં ડે. મ્યુનિ. કમિશનર, જિલ્લાકક્ષાએ અધિક નિવાસી કલેક્ટર અને તાલુકાકક્ષાએ મામલતદાર દ્વારા આ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે ખાસ ચેકલીસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. જિલ્લાકક્ષાએ કલેક્ટર દ્વારા સમયમાંતરે આધાર કાર્ડ મોનીટરીંગ કમિટીમાં પણ આ અંગે સમીક્ષા કરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!