• G-20 માટે 20 દેશોના ડેલીગેટ્સ આવશે કચ્છ, સફેદ રણ સહિતના સ્થળોની લેશે મુલાકાત 

    મુખ્ય શહેર 31-1-2023 10:33 AM
    અમદાવાદ

     આગામી 7 ફેબ્રુઆરીથી 10 તારીખ સુધી કચ્છમાં જી-20ની આંતરરાષ્ટ્રીય સમીટ મળવા જઈ રહી છે જેને લઈને હાલમાં વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે G-20 થી કચ્છને વધુ એક અલગ ઓળખ મળી રહેશે. કચ્છ હવે વિશ્વ ફલક ઉપર પહોંચ્યું છે ત્યારે કચ્છમાં અનેક અવનવા કાર્ય થઈ રહ્યા છે. સરહદી વિસ્તાર કચ્છ આમ તો રણ પ્રદેશ તરીકે ઓળખાય છે પંરતુ કચ્છ પણ હવે દેશ અને વિદેશમાં નામના ધરાવતો થયો છે. કચ્છમાં આવેલ સફેદ રણ જે આજે દેશ નહિ પંરતુ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યો છે અને કચ્છ હવે વિશ્વ ફલક ઉપર નામના ધરાવતો કચ્છ જિલ્લો થયો છે. ધોળાવીરા હોય કે પછી સફેદ રણ તરીકે ઓળખાતું ધોરડો હોય કચ્છે કોઈ પણ કસર આગળ વધવામાં છોડ્યું નથી. આટલું જ નહિ કચ્છમાં આવેલ ધોળાવીરાને યુનેસ્કોમાં પણ સ્થાન મળ્યું છે. આ વખતે G-20ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે ત્યારે આ G20માં કચ્છ પણ સામેલ થયું છે.

     આગામી ફેબ્રઆરી 7 થી 10 તારીખ સુંધી G-20 નો કાર્યક્રમ કચ્છમાં યોજાવાનો છે. વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા તાબરતોડ તૈયારીઓ સરુ કરી દેવામાં આવી છે. G-20 સમીટ દરમ્યાન વિવિધ 20 દેશના ડેલીગેટ્સ સાથે સરકારના વિવિધ સચિવો અને વીઆઇપી ગેસ્ટ પણ કચ્છ આવશે અને પ્રવાસન વિષય પર ચર્ચા થવાની છે. કચ્છમાં આગામી ફેબરુઆરી 7,8,9,10 તારીખે કચ્છના ધોરડોમાં G-20 સમીટ યોજવા જઈ રહ્યું છે. 7 ફેબ્રુઆરીના સમિટની બેઠક શરૂ થશે અને 10 તારીખના પૂર્ણ થઈ જશે.

    ખાસ આ બેઠક ધોરડોથી ધોળાવીરા અને સમુતિવન સહિતનો સમાવેશ કરવામાં આવી થયું છે. 9 તારીખના G-20માં આવેલ તમામ માનુભવો ધોળાવીરાની. સમીક્ષા કરશે અને ચર્ચા વિચારણા કરશે. આ તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર કરી રહ્યું છે. ધોરડોથી ધોળાવીરા જવા માટેનો રસ્તો, ધોળાવીરામાં ટેન્ટ સિટીની તૈયારીઓ, લાઇટ, પાણી સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    G-20 કચ્છમાં યોજાઇ રહી છે એ કચ્છની જનતા માટે ગૌરવની વાત છે. જેમ કે આપને બધાને ખબર છે કે ભારતની GDP માં પ્રવાસ ક્ષેત્રનો સૌથી મોટું યોગદાન રહ્યું છે. તો કચ્છ ના લોકો માટે આ બહું ખુશીની વાત છે કે G-20 ના માધ્યમથી પ્રવાસના ટ્રેકની પહેલી બેઠક  કચ્છમાં થવાની છે. G-20 ની આ બેઠક કચ્છ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

    જ્યાર થી G-20 બેઠક જાહેર થઇ છે ત્યારેથી જે પણ મોટા મોટા પ્રોજેક્ટ છે એ બધાનું કામ જડપથી થઇ રહ્યું છે. સફેદ રણમાં ટૂરિઝમ સેક્ટરની બેઠક કચ્છના પ્રવાસ ક્ષેત્રની કામિયાબીની કથાઓને દુનિયાભરમાં પ્રદર્શિત કરવાનો એક અનોખો અવસર આપશે. આ બેઠકમાં G-20 સભ્ય દેશો અને મહેમાન દેશો સાથે 31 સત્તાવાર પ્રતિનિધિઓની આવાની આશા છે. આ અલગ અલગ દેશોના પ્રતિનિધિઓના પ્રવાસથી કચ્છ વિશ્વ ફલકની નવી ઓળખાણ મળશે. આ બેઠકથી કચ્છના અનોખા હસ્તકલાકારો જેમ કે રોગન આર્ટ લિપન આર્ટ, મડ વર્ક, મિરર વર્ક વગેરે ને એક અલગ ઓળખ મળશે જે વધુ MSME અને સ્ટાર્ટઅપ્સ લાવશે- અને રોજગારી વધશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!