• પ્રથમ વખત મતગણતરીમાં બેલેટ પેપર અને ઈવીએમ એકસાથે ખોલાશે
    ગુજરાત વિધાનસભા 2022 7-12-2022 10:20 AM
    • જ મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે એક અલગ ટેબલ મૂકવામાં આવશે
    અમદાવાદ

    ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલાશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરાશે. આ પહેલા એવું થતું હતું કે, પહેલા બેલેટ પેપરની ગણતરી થતી હતી અને તેના પછી ઇવીએમ ખોલાતા હતા અને તેમા પડેલા મતની ગણતરી શરૂ કરાતી હતી.

    જોકે આ વખતે બેલેટ પેપર અને EVMની ગણતરી એકસાથે થવાની છે. આ સાથે જ મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે એક અલગ ટેબલ મૂકવામાં આવશે પરંતુ મતોની ગણતરી એક જ સમયે શરૂ થશે. આમ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે EVM અને બેલેટ પેપરની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!