• ફોર્ડે અમેરિકામાં 15 લાખ ગાડીઓને પાછી ખેંચી
    આંતરરાષ્ટ્રીય 20-3-2023 02:46 PM
    • કારમાં ખરાબીનાં કારણે ફેંસલો, વિનામુલ્યે ફોલ્ટ રીપેર કરાશે
    નવી દિલ્હી

    એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં અમેરિકામાં ફોર્ડ કંપનીએ પોતાની 15 લાખ ગાડીઓને રીકોલ (પરત મંગાવવી) કરવાનો ફેંસલો કર્યો છે.કંપનીનાં આ નિર્ણયનાં કારણે ફોર્ડની કાર ધરાવતા લોકોમાં ચર્ચા છેડાઇ ગઇ છે. કંપનીએ આ ફેસલો એટલા માટે કર્યો છે. કારણ કે ફોર્ડની ગાડીની બ્રેક અને વિન્ડશિલ્ડ વાઈપરમાં ફોલ્ટ બહાર આવ્યો હતો. કંપનીએ બધી 15 લાખ કારોને વિનામુલ્યે રિપેર કરવા માટે વાહન માલિકોને નોટિફીકેશન મોકલ્યુ છે. કંપનીએ સુરક્ષા નિયામકો દ્વારા શુક્રવારે પોસ્ટ કરાયેલ દસ્તાવેજોમાં બ્રેક લિકવીડ લીક થઈ શકે છે.આથી બ્રેક લાગવામાં મુશ્કેલી પડી શકે છે.ડીલર હોસેસ બદલી આપશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!