• FPIs દ્વારા વિદેશી રોકાણકાણ વધીને 1 વર્ષની ઉંચી સપાટી પર
    વ્યાપાર 1-12-2022 09:28 AM
    નવી દિલ્હી

     દેશના કેપિટલ માર્કેટમાં પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) મારફતે રોકાણ ઓક્ટોબરના અંતે વધીને રૂ.97,784 કરોડ નોંધાયું છે. જે વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. આ રૂટ મારફતે સતત ત્રીજા મહિના દરમિયાન રોકાણમાં વૃદ્વિ જોવા મળી હતી. પી-નોટ્સ રજીસ્ટર્ડ FPIs દ્વારા વિદેશી રોકાણકારોને ઇસ્યૂ કરવામાં આવે છે જે પોતાને રજીસ્ટ્રેશન કરાવ્યા વગર ભારતીય સ્ટોક માર્કેટનો હિસ્સો બનવા માંગે છે.  

    સેબી અનુસાર ઑક્ટોબર મહિના દરમિયાન પી-નોટ્સ મારફતે ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ સિક્યોરિટીઝમાં રોકાણ રૂ.97,784 કરોડ રહ્યું છે. જે સપ્ટેમ્બર દરમિયાન રૂ.88,813 કરોડ નોંધાયું હતું. ઓક્ટોબર 2021 બાદ ઓક્ટોબર 2022માં પી-નોટ્સ રોકાણ સર્વોચચ્ સ્તરે છે. અગાઉ ઓક્ટોબર 2021 દરમિયાન પી-નોટ્સ રોકાણ રૂ.1.02 લાખ કરોડ રહ્યું હતું. પી-નોટ્સ મારફતે ઓગસ્ટ, જુલાઇ અને જૂનના અંતે રોકાણ અનુક્રમે રૂ.84,810 કરોડ, રૂ. 75,725 કરોડ અને રૂ.80,092 કરોડ નોંધાયું હતું. આ વર્ષે અને આગામી વર્ષે ભારત વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકસતું અર્થતંત્ર બની રહેશે. જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં સ્લોડાઉન છે ત્યારે પણ ભારત સ્થિતિસ્થાપક છે. ભારતની સ્થિતિને જોતા વધુને વધુ વિદેશી રોકાણકારો ભારતના માર્કેટ તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. તદુપરાંત ભારતીય રૂપિયામાં પણ સ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે તેવું જીયોજીત ફાઇનાન્સિયલ સર્વિસીઝના મુખ્ય ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજીસ્ટ હતું. 

    આ વર્ષે ઑક્ટોબર સુધીમાં આ રૂટ મારફતે થયેલા રૂ.97,784 કરોડના કુલ રોકાણમાં ઇક્વિટીમાં રૂ.88,490 કરોડ, ડેટમાં રૂ.9,105 કરોડ અને હાઇબ્રિડ સિક્યોરિટીઝમાં રૂ.190 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે આ વર્ષે સપ્ટેમ્બર દરમિયાન ઇક્વિટીમાં રૂ.79,418 કરોડ અને ડેટમાં રૂ.9,156 કરોડનું રોકાણ નોંધાયું હતું. 

    જુલાઇથી રોકાણમાં સતત વૃદ્વિનો ટ્રેન્ડ
    ફિંટૂના સ્થાપક મનીષ પી હિંગરે જણાવ્યું હતું કે વર્તમાન વર્ષ દરમિયાન જુલાઇથી ઓઇલ અને અન્ય કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ ભારતીય ઇક્વિટી માર્કેટને મજબૂત પ્રદર્શનને કારણે પી-નોટ્સ રોકાણમાં સતત વૃદ્વિનો ટ્રેન્ડ છે. કમાણી અને ગ્રોથની દૃષ્ટિએ ભારતનું ચિત્ર મજબૂત છે. જ્યારે વૈશ્વિક સ્તરે જોખમીભર્યો માહોલ હોય છે ત્યારે પી-નોટ્સ મારફતે રોકાણમાં વધારો થાય છે. હવે જ્યાારે ચીનમાંથી રોકડ પ્રવાહ બહાર તરફ આવી રહ્યો છે ત્યારે મોટા ભાગના વિદેશી રોકાણકારો ભારતના માર્કેટ તરફ આકર્ષિત થયા છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!