• પૂર્વ CM શંકરસિંહ વાઘેલા આજે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
    ગુજરાત 11-11-2022 12:57 PM
    • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં વિધિવત પ્રવેશ કરે તેવી સંભાવના
    અમદાવાદ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પોતાના મજબૂત કરવા મથી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. સુત્રોનું માનીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. મહત્વનું છે કે, 21 જુલાઈ 2017 ના રોજ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. તેઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો ત્યારે વાઘેલા વિપક્ષના નેતા હતા. તેમનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાથી જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી. આ ચર્ચાને લઈ શંકરસિંહે પણ કહ્યું હતું કે, મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર હાઈકમાન્ડ પણ માની ગયું છે, દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે. 

    પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલા સાડા પાંચ વર્ષ બાદ ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. તેઓ 12 નવેમ્બરે એટલે કે આજે કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે. 21 જુલાઈ 2017ના રોજ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાય તેવી શક્યતા છે. જોકે, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા રી-એન્ટ્રીને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!