• દુનિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં ગૌતમ અદાણી 22માં ક્રમે ફેંકાયા
    મુખ્ય સમાચાર 3-2-2023 08:16 AM
    • મુકેશ અંબાણી સંપત્તિના મામલે અદાણીને પાછળ છોડીને ભારતના સૌથી અમીર
    • ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને માત્ર $57 બિલિયન
    નવી દિલ્હી

    વિશ્વનાં અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી ભારે ઉતારચઢાવ બાદ હવે 22માં ક્રમાંકે ફેંકાઇ ગયા છે. ભારતનાં મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સંપત્તિનાં મામલે ગૌતમ અદાણીને પાછળ છોડીને ભારતનાં સૌથી અમીર બની ગયા છે.અદાણી ગ્રૂપના માલિક અને ભારતના પીઢ બિઝનેસમેન ગૌતમ અદાણીની પ્રોપર્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા પછી, અદાણી હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં 22માં સ્થાને આવી ગયા છે. છેલ્લા બે સપ્તાહથી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે ઘણી વખત શેર પર લોઅર સર્કિટ લાગી છે. અદાણી શેર્સમાં જોવા મળી રહેલી ભારે વેચવાલીને કારણે તેની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

    તાજેતરમાં, ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સંપત્તિના મામલામાં ગૌતમ અદાણીને પાછળ છોડીને ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $82.2 બિલિયન (Mukesh Ambani Net Worth) છે. બીજી તરફ ગૌતમ અદાણીની કુલ નેટવર્થની વાત કરીએ તો તે હવે ઘટીને માત્ર $57 બિલિયન થઈ ગઈ છે.

    તે જ સમયે, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ છે, પ્રખ્યાત લક્ઝરી પ્રોડક્ટ નિર્માતા એલવીએમએચ મોએટ હેનેસી લૂઈસ વીટનના સીઈઓ છે. તેમની કુલ નેટવર્થ $217.5 બિલિયન છે. બીજી તરફ આ લિસ્ટમાં બીજા નંબર પર એલન મસ્ક આવે છે, તેમની કુલ નેટવર્થ $183.2 બિલિયન છે. અને ત્રીજા નંબરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે. તેમની કુલ નેટવર્થ $136 બિલિયન છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!