• ગૌતમ અદાણી વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી બહાર
    વ્યાપાર 31-1-2023 10:53 AM
    નવી દિલ્હી

     અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વેચવાલીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટુ ગાબડું પડ્યું છે. પરિણામે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાનેથી સીધા 11માં નંબરે પહોંચ્યા છે. અદાણી ગ્રૂપના શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે જાન્યુઆરીમાં અદાણીની સંપત્તિમાં $36 અબજનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના લીધે ગૌતમ અદાણી વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અમદાવાદ સ્થિત ભારતીય ટાયકૂન હવે 84.4 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની યાદીમાં 11મા ક્રમે છે. વિશ્વના ટોચના 500 સૌથી અમીર પુરૂષો અને મહિલાઓની યાદીમાં, અદાણીની નેટવર્થમાં કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 12માં સ્થાને છે.

    એક અહેવાલ અને અબજો ડોલર સ્વાહા
    હિન્ડેનબર્ગ રિસર્ચએ ગયા અઠવાડિયે 32,000-શબ્દનો અહેવાલ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં હિંડનબર્ગે વિવિધ પ્રકારની છેતરપિંડી, અનિયમિતતા અને સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો. અદાણી ગ્રૂપના શેરોમાં દરરોજ અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

    માર્કેટ કેપ 25 ટકા સુધી ઘટી
    બ્લૂમબર્ગના ડેટામાં બહાર આવ્યું છે કે છેલ્લા ત્રણ સત્રમાં અદાણીએ $34 બિલિયનનું નુકસાન કર્યું છે.તેનું કારણ એ છે કે તેમની કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 25 ટકાથી વધુનો ઘટાડો થયો છે.


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!