• હતાશાને ખંખેરી, કાયમી નવી તક શોધવી

    સક્સેસ સ્ટોરી 21-2-2022 12:49 PM
    • અમદાવાદની માધુપુરા હોલસેલ માર્કેટમાં મસાલા ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરતા હિરેન ગાંધીનો જીવનમંત્ર 

    • હંમેશા સંબંધો વિકસાવવા અને તેને જાળવી રાખવામાં માનતા બિઝનેસમેનને પેઢીને 1000 કરોડને પાર લઈ જવાની નેમ

    • જીસીસીઆઈના ફૂડ અને ડેરી કમિટીના ચેરમેન અને ઓલ ઇન્ડિયા સ્પાઈસ ફેડરેશનના સેક્રેટરી તરીકે સેવારત

    અમદાવાદ

    ગુજરાતમાં કરિયાણા અને મસાલાની માર્કેટ તરીકે જાણીતી અમદાવાદની માધુપુરા હોલસેલ માર્કેટમાં મસાલાના ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો બિઝનેસ કરતા હિરેન ગાંધી જીવનમાંથી હતાશાને કાયમી ખંખેરી, નવી નવી તક શોધવાને પોતાનો જીવનમંત્ર ગણીને રોજ નવી ઉંચાઈઓ સિદ્ધ કરી રહ્યાં છે. હંમેશા સંબંધો વિકસાવવા અને તેને જાળવી રાખવામાં માનતા આ બિઝનેસમેનને પોતાની પેઢીને 1000 કરોડને પાર લઈ જવાની નેમ રાખી છે. 

    જીસીસીઆઈના ફૂડ અને ડેરી કમિટીના ચેરમેન અને અમદાવાદની માધુપુરા હોલસેલ માર્કેટમાં મસાલાના એક્સપોર્ટનો બિઝનેસ કરતા હિરેન ગાંધીએ ગુજરાત મેઈલ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, તેમના દાદા બાબુલાલ મણિલાલ ગાંધી નડિયાદમાં 100 વર્ષથી મણિલાલ જમનાદાસની પેઢી ચલાવતા હતા. તેઓ 1948માં નડિયાદથી અમદાવાદ સ્થાયી થયા હતા. અમદાવાદની રાજા મહેતાની પોળમાં રહેતા હતા. તેઓએ આ દરમિયાન જ માધુપુરામાં કરિયાણાના જથ્થાબંધ વેચાણનો ધંધો ચાલુ કર્યો હતો. તમના દાદાએ 1953થી 1960 દરમિયાન ભાગીદારીમાં ગોળ-ખાંડ અને અન્ય મસાલા સાથે ધંધો કરવા ચાર દુકાનો શરૂ કરી હતી. 1956-57માં તેમણે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું સૌ પ્રથમ લાયસન્સ મેળવ્યું હતુ. તેમના દાદાએ માધુપુર માર્કેટ અને માધુપુરા બેંકની પણ સ્થાપના કરી હતી. સાથે સાથે તેમના દાદાએ 1980માં મુંબઈ અને સાંગલી ખાતે ગોળ અને હળદરના વ્યવસાય માટે બ્રાન્ચ ઓફિસ ચાલુ કરી હતી. પરંતુ નરોડા ખાતે જીઆઈડીસીમાં ફટકડી અને કેમિકલ્સની ફેક્ટરી નાંખી તેમાં કોઈ કારણસર સફળતા મળી નહીં. તેમના દાદાનું 1989માં 74 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. આ સમયે માત્ર 23 વર્ષની ઉંમરે હિરેન ગાંધીએ દુકાન પર બેસીને ધંધો આગળ લઈ જવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમના પિતાને હળદરના ધંધામાં કોઈ કારણસર મોટી નુકસાન થતા તેઓ અસફળ સાબિત થયા હતા. 

    હિરેન ગાંધીએ વર્ષ 1988માં હિરેન ટ્રેડિંગથી નવું કામકાજ શરૂ કર્યું હતું. મસાલાના એક્સપોર્ટના ધંધામાં તથા રીટેઈલ ધંધા સાથે 1990થી 2000ના દસ વર્ષના ગાળામાં ચાર ભાગીદારો સાથે ધંધાને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવામાં સફળ રહ્યાં હતા. એક સફળ બિઝનેસમેન તરીકે ઊભરી આવ્યા બાદ આજ દિવસ સુધી આ ધંધામાં તેમણે પાછુ વળીન જોયું નથી.  બાદમાં વધુ એકવાર પરિવારમાં અસંતોષના કારણે વિખવાદ થતા તેમાથી છૂટા થયા હતા. આ સમયે તેમનો પુત્ર નિસર્ગની ઉંમર માત્ર 6 મહિનાની હતી. આ કપરા સમયમાં તેમના પત્ની ક્રિષ્નાએ તેમને ખૂબ સાથ આપ્યો હતો. પત્નીના સાથ અને સહકારથી દ્રઢ માનસિકતાના કારણે 2007થી ઇમ્પોર્ટનો વ્યવસાય અને 2010માં એક્સપોર્ટનો ધંધો શરૂ કર્યો છે. વિશ્વકક્ષાના આ બિઝનેસમાં ભાગીદારનો સાથ લઈ સતત 15 વર્ષ સુધી ઘણો સારો વ્યવસાય કરી રહ્યાં છે. તેમને ભવિષ્યમાં પોતાના બિઝનેસને 1000 કરોડ સુધી લઈ જવાની નેમ છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન ઇન્ટરનેશનલ બ્રોકરેજ ક્ષેત્રમાં પણ હિરેન ગાંધીએ કરોડો રૂપિયાનો ધંધો કર્યો છે. આજે ઇન્ટરનેશનલ ટ્રેડ ડિસપ્યૂટમાં પણ ભારતના ઘણા વેપારીઓને તેમણે મદદ કરી છે. હિરેન ગાંધી આજે ઓલ ઇન્ડિયા સ્પાઈસ ફેડરેશનના છેલ્લા 10 વર્ષથી સેક્રેટરી છે.

    જીરૂ, ધાણાં, વરિયાળી, અજમો સહિતના ઉત્પાદનમાં દેશ- વિશ્વમાં ગુજરાત અગ્રક્રમે છે. ત્યારે તેમણે સ્પાઈસ બોર્ડ ઑફ ઇન્ડિયાના ટાસ્ક ફોર્સની બેઠકમાં ગુજરાતમાં સ્પાઈસ પાર્ક બનાવવા રજૂઆત સાથે પ્રસ્તાવ રાખ્યો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!