• જીવતાં વડીલો માટે સમય આપો - નહિતર એમનાં પાછળ શ્રાદ્ધ કરવા થી કેટલો ફળશે??? -બ્રહ્માકુમારી સંજયબેન 

     હિન્દુ ધર્મ માન્યતા અનુસાર ભાદરવા મહિનાની પૂનમ થી શ્રાદ્ધ ચાલુ થાય છે તે અમાસ સુધી ચાલે છે. સોળ શ્રાદ્ધ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શ્રાદ્ધ મનાવવાનો ઉપદેશ સૌથી પહેલા મહાભારત કાલ થયો. અત્રી મુનિએ મહર્ષિ નિમિ ને આ ઉપદેશ આપ્યો. ત્યારબાદ અન્ય ઋષિમુનિઓ અને ચારેય વર્ણના લોકો પણ શ્રાદ્ધ બનાવવા લાગ્યા. 
    કહેવામાં આવે છે કે દાનવીર કર્ણ એ જ્યારે શરીર છોડ્યું ત્યારે તેને ઈન્દ્ર દેવે ભોજન ના બદલે સોના ચાંદી હીરા માણેક પીરસ્યા હતા અને અન્યની થાળીમાં 56 પ્રકારના ભોગ હતા. ત્યારે કર્ણ એ પૂછ્યું કે આવું કેમ? મને ભોજન કેમ નહીં? ત્યારે ઈન્દ્ર દેવે કહ્યું કે કર્ણ તમે જીવન પર્યંત આવું દાન કર્યું છે એટલે તમે તે જ ફળ પામો છો. તમે ક્યારે તમારા પૂર્વજોને યાદ નથી કર્યા, તેમનું સન્માન ન કર્યું, તેમને ક્યારેય ભોજન નથી કરાવ્યું. ત્યારે કર્ણે કહ્યું કે હવે આનું સમાધાન શું કરવું? ત્યારે કર્ણ પાછો પૃથ્વીલોક પર આવે છે અને તેના પૂર્વજોને તૃપ્ત કરે છે. ત્યારે તેને ભોજન મળે છે. આ વાતથી એક શીખ મળે છે કે મનુષ્ય જે કરે છે તે જ પામે છે. આ કથાથી એક એ પણ શીખવા જેવી છે કે તમે તમારા પૂર્વજોને તમારા માતા-પિતાને જેવું આપશો એવું જ પામશો. પૂર્વજો જ્યારે સ્વર્ગ સીધારે ત્યારે નહીં પણ એ તમારી સાથે છે ત્યારે તમારે તેમને સંતુષ્ટ કરવાના છે. ત્યારે તમારું હર કાર્ય સફળ થશે. જીવતા માતા-પિતાને તમે પરેશાન કરો વૃદ્ધાશ્રમમાં મોકલી દયો તો શું તેમના શરીર છોડ્યા પછી તમે કરેલું શ્રાદ્ધ તેમને પહોંચશે ??? 
    શ્રાદ્ધની એક વિધિ છે તે છે તર્પણ, અર્પણ અને બ્રહ્મા ભોજન આ ત્રણ વિધિ છે પિતૃ શ્રાદ્ધ માટે. તર્પણ એટલે તૃપ્ત સંતુષ્ટ કરવું સૂર્યની સામે નદીનું જળ હાથમાં લઈ પ્રતિજ્ઞા કરીએ કે આજથી અમારી અંદર જે પણ નેગેટિવિટી છે તેને દૂર કરી સંબંધોમાં મીઠાશ લાવીશું, માધુર્ય લાવીશું અને એક શક્તિશાળી સંબંધ બનાવીશું. બીજું છે અર્પણ કરવું. આપણા પૂર્વજોને જે પસંદનું ભોજન હોય એ અર્પણ કરીએ ત્યારે ગાય, કાગડા, કૂતરાને અર્પણ કરીએ છીએ. ગાયને ખવડાવવાનું કારણ છે કે ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે એટલે તેને અર્પણ કરીએ છીએ. કાગડા ને ખવડાવવાનું કારણ છે કે વરસાદ ચોમાસાની સિઝનમાં કાગડાને ખાવાનું નથી મળતું એટલે કાગડાને ખવડાવવામાં આવે છે અને કૂતરાને ખવડાવવાનું કારણ છે કે તે વફાદાર છે. બ્રહ્મા ભોજન એ બ્રાહ્મણોને અર્પણ કરીએ છીએ બ્રાહ્મણો દ્વારા આપણે આપણા પૂર્વજોને તૃપ્ત કરીએ છીએ.
    હવે આ બધી વિધિ તો હાથો દ્વારા થઈ જે માત પિતા કે પૂર્વજો ના ગયા પછી થઈ. જો તેમના ગયા પછી આપણે આટલું કરી શકતા હોઈએ તો એમના જીવતા જ તેમને સંતુષ્ટ કરીએ. આપણા પૂર્વજો આશીર્વાદ લેવા તેમને તેમના સંતાનો પાસેથી કંઈ વધારે અપેક્ષાઓ નથી હોતી બસ તેમની પાસે થોડીવાર સમય કાઢી બેસે પ્રેમથી વાતચીત કરે તેમના ખબર અંતર પૂછે. તેમને લાગશે કે કોઈ મારું છે. આજના સમયમાં વૃદ્ધોની જે સ્થિતિ છે તેમાં એકલતા વધારે જોવામાં આવે છે. જ્યારે વૃદ્ધો જીવિત હોય છે ત્યારે આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ છીએ અને શરીર છોડે ત્યારે આપણે તેમના પાછળ વિધિ કરીએ કે શ્રાદ્ધ કરીએ તે શું તેમને પહોંચે છે ??? જ્યારે આપણા માતા-પિતા જીવિત હોય ત્યારે આપણે તેમનું દિલ દુભાવીએ છીએ અને આપણને યાદ પણ નથી હોતું કે મારા ક્યાં વ્યવહારના કારણે તેમનું દિલ દુઃખી થયું છે. શું એ મા બાપની દુઆઓ આપણને મળે ? તો શું આપણું કરેલું શ્રાદ્ધ તેમને પહોંચે ? શ્રાદ્ધ પાછળનો ઉદ્દેશ છે કે જે આત્માએ શરીર છોડ્યું તેણે જ્યાં પણ જન્મ લીધો હોય ત્યાં તે ખુશ રહે, તેનું જીવન સારું રહે, તેમના જીવનના કોઈ દુઃખના આવે સુખ શાંતિ મળે. બસ આપણે આપણા વ્યવહારમાં નમ્રતા લાવીએ અને દરેક સાથે પ્રેમથી વ્યવહાર કરીએ તો આપણું દરેક કર્મ સફળ જ રહેશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!