• સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી
    વ્યાપાર 21-3-2023 12:38 PM
    • માઈનીંગ શેર સપ્તાહમાં 25 ટકા સુધી ઉછાળો, ફાઇનાન્સ કંપનીઓને પણ ફાયદો
    મુંબઈ

    સોનાની તેજી માઇનિંગ કંપનીઓ, રોકાણકારો તથા ગોલ્ડ લોન ફાઇ. કરતી કંપનીઓને ફળી છે. વિશ્વબજાર પાછળ કિંમતી ધાતુઓમાં રેકોર્ડ બ્રેક તેજી આગળ વધ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં બેન્કીંગ કટોકટી વધતાં તથા ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ ઘટી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતાં. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 2000-2005 ડોલર બોલાતા થયાના સમાચાર હતા. હવે 2050-2100 ડોલર પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૬૦થી ૨૨.૬૧ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં તોફાની તેજી આગળ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારના સમાચાર મુજબ બે વર્ષના બોન્ડની યીલ્ડ જે તાજેતરમાં વધી ૫.૦૮ ટકા થઈ ગઈ હતી તે હવે ઝડપી ઘટી ૩.૭૨ ટકાના મથાળે ઉતરી જતાં સાત મહિનાના તળીયે ઉતરી ગઈ હતી. આની અસર વૈશ્વિક સોનાના ભાવ પર તેજીની પડી હતી. ઘરઆંગણે હોળી પછી સામાન્યપણે ઝવેરીબજારમાં મોસમી માગ ફરી નિકળતી હોય છે પરંતુ આ વર્ષે હોળી પછી સોનાના ભાવમાં મોટો ઉછાળો આવતાં દેશના ઝવેરીબજારોમાં નવી માગ પાંખી પડી ગઈ છે તથા અમુક શહેરોમાં તો લોકો હવે સોનું વેંચવા માટે ઝવેરીબજારોમાં આવતા થયાના વાવડ મળ્યા હતા.

    દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૯૮૭ વાળા રૂ.૫૯૫૦૦ તથા ૯૯.૯૦ના વાળા રૂ.૫૮૨૨૦ વાળા ઉછળી રૂ.૫૯૭૦૦ બોલાતા થયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૬૭૭૩ વાળા ઉછળી રૂ.૬૮૨૭૫ બોલાયા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકા અને યુરોપના દેશોમાં બેંકિંગ, ફાઈનાન્શિયલ કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ ફંડો, ઈન્વેસ્ટરો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ગોલ્ડ-સોનામાં રોકાણ તરફ વળતાં વિશ્વ બજારમાં સોનાના ભાવમાં સતત તેજી આવી ઔંસ દીઠ ૨૦૦૦ ડોલરની નજીક પહોંચી જવા સાથે ભારતમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ.૬૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા છે. 

    ગોલ્ડ માઇનીંગ કંપનીઓનો સુર્વણ સમય
    ગોલ્ડ માઈનીંગ અને પ્રોડકશન ક્ષેત્રે સક્રિય કંપનીઓને તેમની રિઝર્વના ઊંચા ભાવ મળવાનો ફાયદો થવાની અપેક્ષાએ વૈશ્વિક શેર બજારોમાં લિસ્ટેડ ગોલ્ડ માઈનીંગ કંપનીઓના શેરોમાં તોફાની તેજી આવી છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ,  આફ્રિકન શેર બજાર અને ઓસ્ટ્રેલિયન શેર બજારમાં ગોલ્ડ માઈનીંગ કંપનીઓના શેરોમાં ભાવો એક દિવસમાં ૮ ટકા સુધી અને છેલ્લા એક સપ્તાહમાં ૧૫ થી ૨૦ ટકા સુધી ઉછળ્યા છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ન્યુમોન્ટનો શેર શુક્રવારે ૧૭,માર્ચના ૫.૨૨ ટકા વધીને ૪૮.૧૭ ડોલર, બેર્રિક ગોલ્ડ કોર્પ ૪.૧૪ ટકા વધીને ૧૮.૧૨ ડોલર,  કિનરોસ ગોલ્ડ કોર્પ ૭.૮૩ ટકા વધીને ૪.૧૩ ડોલર, અગ્નિકો ઈગલ માઈન ૫.૫૦ ટકા વધીને ૫૦.૮૪ ડોલર, યામાના ગોલ્ડ ૫.૮૫ ટકા વધીને ૫.૭૯ ડોલર, ફ્રીપોર્ટ મેક્મોરન  અડધો ટકો વધીને ૩૬.૨૩ ડોલર, અલડોરાડો ગોલ્ડ ૪.૭૬ ટકા વધીને ૯.૯૦ ડોલર જેટલા પહોંચ્યા હતા. છેલ્લા અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી એક સપ્તાહમાં ૧૫ થી ૨૦ ટકા શેરોના ભાવો વધ્યા છે. જેમાં ગોલ્ડ ફિલ્ડ્સ લિમિટેડનો શેર ૧૮.૨૪ ટકા, અલડોરાડો ગોલ્ડ ૧૬.૨૦ ટકા,  હાર્મની ગોલ્ડ ૧૫ ટકા, કિનરોસ ગોલ્ડ કોર્પ ૧૨ ટકા, ન્યુમોન્ટ કોર્પ ૧૧ ટકા, બેર્રિક ગોલ્ડ કોર્પ ૧૦ ટકા, યામાના ગોલ્ડ ૭ ટકા વધ્યા છે. 

    આફ્રિકાની લિસ્ટેડ માઇનીંગ કંપનીઓ ફાયદામાં
    આ સિવાય આફ્રિકાના સ્ટોક એક્સચેન્જ જેએસઈ ખાતે લિસ્ટેડ ગોલ્ડ માઈનીંગ કંપનીઓમાં એંગ્લોગોલ્ડ એશાંતી ૬.૧૬ ટકા વધીને ૩૭૪૪૨ ઝેક(સાઉથ આફ્રિકન સેન્ટ/રેન્ડ), ગોલ્ડ ફિલ્ડ્સ ૪.૮૪ ટકા વધીને ૨૦૯૨૭ ઝેક, હાર્મની ગોલ્ડ ૪.૧૯ ટકા વધીને ૬૭૫૭ ઝેક બોલાયા હતા. જ્યારે ટોરન્ટો સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ સેન્ટીર્રા ગોલ્ડ એક ટકા વધીને ૮.૭૮ કેનેડિયન ડોલર, ફ્રાંન્કો-નીવેડા ૫.૦૪ ટકા વધીને ૧૯૭.૧૧ કેનેડિયન ડોલર, બીટુગોલ્ડ ૪ ટકા વધીને ૫.૦૨ ડોલર જેટલા બોલાયા હતા.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!