• અનુસૂચિત વિદ્યાર્થીનીઓનાં સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ
    ગુજરાત 21-3-2023 09:24 AM
    • રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૭૪,૨૯૯ વિદ્યાર્થીનીઓને સાયકલ પૂરી પડાઈ
    • અમદાવાદ અને વડોદરા જિલ્લામાં ૧,૯૮૩ વિદ્યાર્થીનીઓને સાયકલ અપાઈ
    ગાંધીનગર

    રાજ્યના આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે, અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.આ વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ સુવિધા ઉપલબ્ધ બને તે આશયથી રાજ્યમાં વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલની સુવિધા પુરી પાડવામાં આવે છે.રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૩૨.૭૩ કરોડના ખર્ચે ૭૪,૨૯૯ વિદ્યાર્થીનીઓને સાયકલો પૂરી પાડવામાં આવી છે.

    આજે વિધાનસભા ખાતે વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રી હળપતિએ ઉમેર્યું કે,આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રૂ.૮૬.૭૬ લાખના ખર્ચે ૧,૯૮૩ વિદ્યાર્થીનીઓને આવરી લઈ સાયકલ આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાની ૧,૬૬૫ અને અમદાવાદ જિલ્લાની ૩૧૮ વિદ્યાર્થીનીઓને સમાવેશ થાય છે.

    સાયકલ ખરીદી અને વિતરણ વ્યવસ્થા અંગેના એક પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી હળપતિએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ સાયકલની ખરીદી અને ગુણવત્તા તથા વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શી રીતે થાય એ માટે ગ્રીમ્કો કંપની દ્વારા કામગીરી હાથ ધરાવવામાં આવી રહી છે. આ અંગે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ ગેરરીતી કે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!