• સહારાના રોકાણકારોના નાણાં પરત ચુકવવા સરકારનું પગલું
    રાષ્ટ્રીય 18-3-2023 01:13 PM
    સહારા ગ્રુપના રોકાણકારો માટે એક સારા સમાચાર જણાય છે. ટૂંકસમયમાં જ તેમના રોકાણકારોને તેમાં રોકાયેલા નાણાં પાછા મળી જવાની સંભાવના છે. સહારાના સેબી ફંડમાં 24,000 કરોડ રૂપિયા જમા છે. સરકારે આમાંથી 5000 કરોડ અલોટ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે જેથી 1.1 કરોડ રોકાણકારોને તેમના પૈસા પાછા મળી શકે. 

    આ લોકોના નાણાં સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં લાંબા સમયથી પડ્યા છે. 2012માં સુપ્રીમ કોર્ટે સહારા હાઉસિંગ અને સહારા રિયલ એસ્ટેટને 25,781 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ કંપનીઓએ માર્ચ 2008 અને ઓક્ટોબર 2009માં ત્રણ કરોડ રોકાણકારો પાસેથી આ રકમ એકત્ર કરી હતી. આ બંને કંપનીઓએ અત્યાર સુધીમાં રૂ. 15,569 કરોડ જમા કરાવ્યા છે જેના પર રૂ. 9,410 કરોડનું વ્યાજ જમા થયું છે. આ રીતે સહારા-સેબી ફંડમાં કુલ 24,979 કરોડ રૂપિયા જમા છે. રિફંડ પછી પણ આ ખાતામાં 23,937 કરોડ રૂપિયા જમા છે
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.