• ગ્રેમી એવોર્ડ- બિયોન્સનો જાદુ, રિકીએ ભારતનું સન્માન વધાર્યુ
    આંતરરાષ્ટ્રીય 6-2-2023 11:12 AM
    • પંડિત રવિ શંકરની પુત્રી ચુકી જતા નિરાશા, રંગારંગ કાર્યક્રમ યોજાયો
    લોસ એન્જલસ

    જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગ્રેમી એવોર્ડની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. ભારત તરફથી રિકી કેજે ત્રીજી વખત આ એવોર્ડ જીતીને ભારતનુ સન્માન વધારી દીધુ હતુ. બીજી બાજુ અનેક કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના બાદ આ વખતે સંગીતની દુનિયાનાં સર્વશ્રેષ્ઠ  ગ્રેમી એવોર્ડ કાર્યક્રમનું આયોજન લોસએન્જલસમાં કરાયું હતુ. એવોર્ડ કાર્યક્રમને ટ્રેવર નૂહ દ્વારા હોસ્ટ કરાયો હતો. અમેરિકી સિંગર બિયોન્સનાં નામે કેટલાક ખાસ રેકોર્ડ થયા હતા. તેના નામે સૌથી વધુ 30 એવોર્ડ જીતવાનો ખાસ રેકોર્ડ છે. આજે પણ કેટલાક એવોર્ડ બિયોન્સે કર્યા હતા.

    આ વખતે ગ્રેમી એવોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ એવોર્ડ શોમાં કેટલાક નવા એવોર્ડ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે જેમ કે સોંગ રાઈટર ઓફ ધ યર, વીડિયો ગેમ્સ માટે બેસ્ટ સ્કોર સાઉન્ડટ્રેક અને અન્ય ઘણી કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ  દરમિયાન ભારતના રિકી કેજે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમને આ એવોર્ડ તેમના આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે આપવામાં આવ્યો છે.રિકી કેજનું આ આલ્બમ બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં નોમિનેટ થયું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!